Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

સ્વીડનમાં કુરાન સળગાવાના મુદ્દે ભારતે પાક.નું સમર્થન કર્યું

Spread the love

પાકિસ્તાન દ્વારા યુએનની માનવાધિકાર સમિતિમાં એક પ્રસ્તાવ મુકીને આ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો


ન્યૂયોર્ક
એક બીજાના ઘોર વિરોધી એવા ભારત અને પાકિસ્તાન યુએનના મંચ પર એક બીજાની સાથે ટકરાતા જ હોય છે.
જોકે એક આશ્ચર્યજનક ઘટનામાં ભારતે યુએનના મંચ પર પાકિસ્તાનના પ્રસ્તાવનુ સમર્થન કર્યુ છે. યુરોપના દેશ સ્વીડનમાં કુરાન સળગાવવાના કૃત્યની સામે પાકિસ્તાન દ્વારા યુએનની માનવાધિકાર સમિતિમાં એક પ્રસ્તાવ મુકીને આ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો.
ભારત તેમજ ચીન સહિતના ઘણા દેશોએ આ પ્રસ્તાવનુ સમર્થન કર્યુ હતુ. ધાર્મિક નફરત ફેલાતી રોકવાના પ્રયાસોને ઘણા દેશોએ ટેકો આપ્યો હતો. આ પ્રસ્તાવ 28 વિરુધ્ધ 12 મતથી પસાર થયો હતો. સાત દેશો વોટિંગથી દુર રહ્યા હતા.
પાકિસ્તાને મતદાન બાદ કહ્યુ હતુ કે, આ પ્રસ્તાવ લાવવા પાછળનો હેતુ કોઈની વાણી સ્વતંત્ર્તાના અધિકારને ઓછો કરવાનો નહોતો પણ ફરજ અને જવાબદારી વચ્ચે સંતુલન હોવુ જોઈએ તેવુ આ પ્રસ્તાવ થકી અમારુ કહેવુ હતુ.
અમેરિકાએ પણ આ પ્રસ્તાવ પર વોટિંગના એક દિવસ પહેલા સ્વીડનમાં બનેલી ઘટનાનો વિરોધ કરીને કહ્યુ હતુ કે, ધાર્મિક ગ્રંથનુ આ રીતે અપમાન નિંદાજનક છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *