અયાઝ, પ્રથમ, વેદ, ખનક અને નિયતીએ ક્રમાંકિત ખેલાડીઓને હરાવી ચોંકાવ્યા
સુરત
તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 3થી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહેલી તાપ્તિ વેલી પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટના બીજા દિવસે મેન્સ અને વિમેન્સ ડ્રોમાં અનેક અપસેટ જોવા મળ્યા હતા. અમદાવાદની ખનક શાહ અને સુરતની નિયતી પાઠકે વિમેન્સ રાઉન્ડ ઓફ 32માં જ્યારે સુરતના અયાઝ મુરાદ તથા વડોદરાના પ્રથમ માદલાણી અને વેદ પંચાલે મેન્સ પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં ક્રમાંકિત ખેલાડીઓને હરાવી ચોંકાવ્યા હતા.
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ સુરત ડિસ્ટ્રિક્ટના ઉપક્રમે યોજાતી આ ટુર્નામેન્ટના ટાઇટલ સ્પોન્સર તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ છે. વિવિધ કેટેગરીમાં આશરે 650 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને વિજેતાઓને કુલ રૂ. 2.90 લાખની ઇનામી રકમ તથા ગિફ્ટ આપવામાં આવશે.
મેન્સ ડ્રોમાં અયાઝ, પ્રથમ અને વેદનો ધમાકો
મેન્સ પ્રિ-ક્વાર્ટરમાં 12મા ક્રમાંકિત અયાઝ મુરાદે પાંચમા ક્રમાંકિત સોહમ ભટ્ટાચાર્યને 3-2થી હરાવ્યો. નવમા ક્રમાંકિત પ્રથમ માદલાણીએ આઠમા ક્રમાંકિત ધૈર્ય પરમારને 3-2થી અને 10મા ક્રમાંકિત વેદ પંચાલે સાતમા ક્રમાંકિત નૂતાંશુ દયામાને 3-1થી પરાજય આપ્યો.
અન્ય પરિણામોમાં અભિલાષ રાવલે ઓમ જયસ્વાલને 3-1, પૂજન ચંદારાણાએ હેત ઠાકરને 3-1, જયનિલ મહેતાએ નિલય ઠક્કરને 3-0, જન્મેજય પટેલે દેવર્ષ વાઘેલાને 3-1 અને ધ્યેય જાનીએ વંદન સુતરિયાને 3-0થી હરાવ્યા. આ ખેલાડીઓ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે.
વિમેન્સમાં ખનક અને નિયતીનો અપસેટ
વિમેન્સ રાઉન્ડ ઓફ 32માં અમદાવાદની ખનક શાહે આઠમા ક્રમાંકિત ભાવનગરની નામના જયસ્વાલને 3-0થી હરાવી મોટો અપસેટ સર્જ્યો. સ્થાનિક ખેલાડી નિયતી પાઠકે સાતમા ક્રમાંકિત ચાર્મી ત્રિવેદીને 3-1થી હરાવી આગેકૂચ કરી.
અન્ય મેચોમાં ફિલઝાફતેમા કાદરીએ મંશા વંખેડકરને 3-0, શુચી પટેલે હર્ષિતા દહિયાને 3-0, ભૂમિ બાંભણિયાએ જાહ્નવી પટેલને 3-2, કૌશા ભૈરાપુરેએ ફોરમ ભાવસારને 3-0, વિધિબા સોલંકીએ ઝેના ચિપિયાને 3-0, સિદ્ધિ બુલસારાએ શેલી પટેલને 3-1, સિદ્ધિ પટેલે પ્રસુન્ના પારેખને 3-2 અને વિશ્રુતિ જાદવે મીનાક્ષી રાઠવાને 3-0થી હરાવ્યા.
મૌબોની ચેટરજીએ દિયા ગોધાણીને અને રિયા જયસ્વાલે જાનવી પરમારને 3-0થી હરાવ્યા. શિવાની ડોડિયાએ સોનલ જોશીને 3-0 અને મેહક સેઠે કાવ્યા જોશીને 3-0થી હરાવ્યા.
અંડર-19માં જન્મેજય અને વેદની આગેકૂચ
બોયઝ અંડર-19માં ટોચના ક્રમાંકિત જન્મેજય પટેલે વંદન સુતરિયાને 3-1 અને બીજા ક્રમાંકિત વેદ પંચાલે હેનિલ લંગાલિયાને 3-1થી હરાવ્યા. અભિલાક્ષ પટેલે સક્ષમ ગણાત્રાને 3-0, પવન કુમારે હર્ષવર્ધન ભટ્ટને 3-0, અંશ ખમારે સાગર મકવાણાને 3-2 અને માલવ પંચાલે અભિ ત્રિવેદીને 3-2થી હરાવ્યા.
જામનગરના બિનક્રમાંકિત યાજ્ઞિક પરમારે છઠ્ઠા ક્રમાંકિત યુગ પરમારને 3-1થી અને કચ્છના નૈરિત વૈદ્યએ સાતમા ક્રમાંકિત દિવ્ય ભાવસારને 3-2થી હરાવી અપસેટ સર્જ્યો.
અંડર-19 ગર્લ્સ અને અંડર-17 બોયઝના પરિણામો
અંડર-19 ગર્લ્સમાં વિન્સી તન્ના, વૈભવી સારંગધર, શિવાની ડોડિયા, દિક્ષિત કૌર વાધવાણી, નિયતી પાઠક, વિશ્રુતિ જાદવ, મૌબોની ચેટરજી, નિત્યા ચોક્સી, દિયા ગોધાણી, દાનિયા ગોદિલ, શુચી પટેલ, મંશા વંખેડકર અને વિધિબા સોલંકીએ આગેકૂચ કરી.
અંડર-17 બોયઝમાં વેદ પંચાલે ઇસ્માઇલ ધૂપલીને 3-0, ધ્રુવ બાંભાણીએ યોહાન ચૌધરીને 3-1, વંદન સુતરિયાએ રાજવીર માધવાણીને 3-0, હેનિલ લંગાલિયાએ રિયાન શાહને 3-2, અંશ ખમારે યજ્ઞેશ પરમારને 3-0, વંશ દરિયાનીએ યુગપ્રતાપ સિંહને 3-2, સંજય મકવાણાએ પરમ પરમારને 3-2 અને માલવ પંચાલે પ્રહર્ષ વાળાને 3-0થી હરાવ્યા.
મેન્સ પ્રિ-ક્વાર્ટર ફાઇનલના પરિણામ
- અભિલાષ રાવલ (AHD) (1) એ ઓમ જયસ્વાલ (BVN)ને 3-1થી હરાવ્યો — 11-9, 4-11, 11-4, 15-13.
- પ્રથમ માદલાણી (VDR) (9) એ ધૈર્ય પરમાર (AHD) (8)ને 3-2થી હરાવ્યો — 11-6, 11-8, 5-11, 5-11, 11-5.
- અયાઝ મુરાદ (SRT) (12) એ સોહમ ભટ્ટાચાર્ય (AHD) (5)ને 3-2થી હરાવ્યો — 6-11, 11-5, 11-7, 6-11, 11-9.
- પૂજન ચંદારાણા (BVN) (4) એ હેત ઠાકર (RJT)ને 3-1થી હરાવ્યો — 11-6, 12-10, 7-11, 11-9.
- વેદ પંચાલ (VDR) (10) એ નૂતાંશુ દયામા (SRT) (7)ને 3-1થી હરાવ્યો — 11-9, 5-11, 11-7, 11-7.
- જયનિલ મહેતા (RJT) (2) એ નિલય ઠક્કર (SRT)ને 3-0થી હરાવ્યો — 11-6, 11-7, 11-7.
- જન્મેજય પટેલ (ARV) (3) એ દેવર્ષ વાઘેલા (SRT)ને 3-1થી હરાવ્યો — 8-11, 11-5, 11-9, 11-7.
- ધ્યેય જાની (ARV) (6) એ વંદન સુતરિયા (BVN)ને 3-0થી હરાવ્યો — 11-9, 11-4, 11-7.
વિમેન્સ રાઉન્ડ ઓફ 32ના પરિણામ
- ફિલઝાફતેમા કાદરી (SRT) (6) એ મંશા વંખેડકર (VDR)ને 3-0થી હરાવ્યા — 12-10, 11-3, 13-11.
- નિયતી પાઠક (SRT) એ ચાર્મી ત્રિવેદી (BVN) (7)ને 3-1થી હરાવી — 13-15, 13-11, 11-6, 13-11.
- શુચી પટેલ (GNR) (10) એ હર્ષિતા દહિયા (AHD)ને 3-0થી હરાવી — 11-5, 11-3, 11-6.
- ભૂમિ બાંભણિયા (BVN) એ જાહ્નવી પટેલ (NVS)ને 3-2થી હરાવી — 7-11, 11-8, 11-7, 10-12, 11-8.
- ખનક શાહ (AHD) એ નામના જયસ્વાલ (BVN) (8)ને 3-0થી હરાવી — 11-7, 12-10, 15-13.
- કૌશા ભૈરાપુરે (AHD) (5) એ ફોરમ ભાવસાર (SRT)ને 3-0થી હરાવી — 11-7, 11-3, 11-4.
- વિધિબા સોલંકી (BVN) એ ઝેના ચિપિયા (AHD)ને 3-0થી હરાવી — 11-9, 11-9, 11-5.
- સિદ્ધિ બુલસાર (NVS) (9) એ શેલી પટેલ (VDR)ને 3-1થી હરાવી — 6-11, 11-9, 11-8, 11-7.
- સિદ્ધિ પટેલ (AHD) (12) એ પ્રસુન્ના પારેખ (AHD)ને 3-2થી હરાવી — 11-8, 11-9, 7-11, 11-13, 12-10.
- વિશ્રુતિ જાદવ (SRT) એ મીનાક્ષી રાઠવા (BVN)ને 3-0થી હરાવી — 11-7, 11-4, 11-3.
- મૌબોની ચેટરજી (AHD) (4) એ દિયા ગોધાણી (RJT)ને 3-0થી હરાવી — 11-6, 11-9, 11-1.
- રિયા જયસ્વાલ (BVN) (3) એ જાનવી પરમાર (BVN)ને 3-0થી હરાવી — 11-5, 11-4, 11-1.
- શિવાની ડોડિયા (BVN) (11) એ સોનલ જોશીને 3-0થી હરાવી — 11-6, 11-8, 11-9.
- મેહક સેઠ (VDR) એ કાવ્યા જોશી (BVN)ને 3-0થી હરાવી — 11-4, 11-7, 11-9.
અંડર-19 બોયઝ પ્રિ-ક્વાર્ટર ફાઇનલ
- જન્મેજય પટેલ (ARV) (1) એ વંદન સુતરિયા (BVN)ને 3-1થી હરાવ્યો — 11-4, 11-7, 10-12, 11-6.
- અંશ ખમાર (AHD) (8) એ સાગર મકવાણા (BVN)ને 3-2થી હરાવ્યો — 5-11, 11-9, 12-10, 4-11, 11-2.
- માલવ પંચાલ (AHD) (5) એ અભિ ત્રિવેદી (BVN)ને 3-2થી હરાવ્યો — 10-12, 11-2, 9-11, 11-6, 11-6.
- પવન કુમાર (SRT) (4) એ હર્ષવર્ધન ભટ્ટ (BVN)ને 3-0થી હરાવ્યો — 12-10, 11-8, 13-11.
- અભિલાક્ષ પટેલ (AHD) (3) એ સક્ષમ ગણાત્રા (BVN)ને 3-0થી હરાવ્યો — 11-5, 11-8, 11-7.
- યાજ્ઞિક પરમાર (JAM) એ યુગ પરમાર (SRT) (6)ને 3-1થી હરાવ્યો — 11-7, 4-11, 11-3, 11-9.
- નૈરિત વૈદ્ય (KCH) એ દિવ્ય ભાવસાર (AHD) (7)ને 3-2થી હરાવ્યો — 11-7, 8-11, 11-4, 6-11, 11-9.
- વેદ પંચાલ (VDR) (2) એ હેનિલ લંગાલિયા (BVN)ને 3-1થી હરાવ્યો — 6-11, 11-7, 11-7, 11-6.
અંડર-19 ગર્લ્સ રાઉન્ડ ઓફ 32ના પરિણામ
- વિન્સી તન્ના (SRT) એ સિદ્ધિ સિંઘવી (KCH)ને 3-0થી હરાવી — 11-6, 11-3, 11-8.
- વૈભવી સારંગધર (VDR) એ ખનક શાહ (AHD)ને 3-0થી હરાવી — 12-10, 11-7, 11-9.
- શિવાની ડોડિયા (BVN) (8) એ મીનાક્ષી રાઠવાને 3-0થી હરાવી — 11-8, 11-5, 11-9.
- દિક્ષિત કૌર વાધવાણી (BVN) (5) એ યશવી બાલાધિયાને 3-0થી હરાવી — 11-5, 11-9, 11-3.
- નિયતી પાઠક (SRT) એ કાવ્યા જોશી (BVN)ને 3-0થી હરાવી — 11-5, 11-4, 11-8.
- વિશ્રુતિ જાદવ (SRT) એ હર્ષિતા દહિયા (AHD)ને 3-1થી હરાવી — 11-4, 6-11, 11-6, 11-5.
- મૌબોની ચેટરજી (AHD) (4) એ તનિષા ડેપ્યુટી (SRT)ને 3-0થી હરાવી — 11-6, 11-2, 11-6.
- નિત્યા ચોક્સી (AHD) એ હિયા ગાંધી (SRT)ને 3-0થી હરાવી — 11-3, 11-2, 11-4.
- દિયા ગોધાણી (RJT) એ કૃષ્ણા પટેલ (VDR)ને 3-2થી હરાવી — 12-10, 11-4, 10-12, 10-12, 12-10.
- દાનિયા ગોદિલ (SRT) (6) એ ધિમાહી કબરાવાલા (SRT)ને 3-0થી હરાવી — 11-8, 11-6, 11-6.
- શુચી પટેલ (GNR) (7) એ ફોરમ ભાવસાર (SRT)ને 3-2થી હરાવી — 8-11, 11-3, 8-11, 11-8, 11-5.
- મંશા વંખેડકર (VDR) એ જાનવી પરમાર (BVN)ને 3-0થી હરાવી — 11-4, 11-9, 11-6.
- વિધિબા સોલંકી (BVN) એ જાહ્નવી પટેલ (NVS)ને 3-1થી હરાવી — 11-9, 11-6, 13-15, 11-9.
અંડર-17 બોયઝ પ્રિ-ક્વાર્ટર ફાઇનલના પરિણામ
- વેદ પંચાલ (VDR) (1) એ ઇસ્માઇલ ધૂપલી (SRT)ને 3-0થી હરાવ્યો — 11-2, 11-3, 11-4.
- ધ્રુવ બાંભાણી (KCH) (8) એ યોહાન ચૌધરી (SRT)ને 3-1થી હરાવ્યો — 11-4, 4-11, 11-4, 13-11.
- વંદન સુતરિયા (BVN) (5) એ રાજવીર માધવાણી (SRT)ને 3-0થી હરાવ્યો — 11-5, 11-7, 11-5.
- હેનિલ લંગાલિયા (BVN) એ રિયાન શાહ (SRT) (4)ને 3-2થી હરાવ્યો — 8-11, 11-6, 12-10, 8-11, 11-8.
- અંશ ખમાર (AHD) (3) એ યજ્ઞેશ પરમાર (JAM)ને 3-0થી હરાવ્યો — 11-5, 11-9, 11-7.
- વંશ દરિયાણી (SRT) (6) એ યુગપ્રતાપ સિંહ (KCH)ને 3-2થી હરાવ્યો — 8-11, 11-5, 7-11, 11-2, 11-9.
- સંજય મકવાણા (BVN) એ પરમ પરમાર (BVN)ને 3-2થી હરાવ્યો — 7-11, 12-10, 16-14, 9-11, 12-10.
- માલવ પંચાલ (AHD) (2) એ પ્રહર્ષ વાળા (SRT)ને 3-0થી હરાવ્યો — 11-8, 12-10, 11-9.
