અખનાનંદ માધ્યમિક શાળાએ જોરદાર વાપસી કરી, મેચ ડ્રો છતાં DBMS એલિસબ્રિજને પ્રથમ ઇનિંગ્સની લીડનો લાભ
અમદાવાદ:
શ્રી મણિકાકા સ્કૂલ ટુર્નામેન્ટ (અંડર-14)ની DBMS એલિસબ્રિજ અને અખનાનંદ માધ્યમિક શાળા વચ્ચેની મલ્ટિ-ડે મેચ 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે શ્રી હરી-2 ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. ટોસ જીતી DBMS એલિસબ્રિજે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
DBMS એલિસબ્રિજે પ્રથમ ઇનિંગ્સમાં 52.1 ઓવરમાં 127 રન બનાવી ઓલઆઉટ થયું હતું. કૃષ્ણ દેસાઈએ 41 બોલમાં 28 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. અખનાનંદ માધ્યમિક શાળા તરફથી રાજ પટાણીએ 5 વિકેટ અને ધ્રુવ વાઘેલાએ પણ 5 વિકેટ ઝડપી હતી.
જવાબમાં અખનાનંદ માધ્યમિક શાળાની ટીમ 36 ઓવરમાં 77 રનમાં ઓલઆઉટ થઈ હતી. ધ્રુવ વાઘેલાએ 37 બોલમાં 21 રન બનાવ્યા હતા. DBMS એલિસબ્રિજ તરફથી મહિક શાહે શાનદાર બોલિંગ કરતાં 6 વિકેટ ઝડપી હતી.
બીજી ઇનિંગ્સમાં DBMS એલિસબ્રિજે 59.5 ઓવરમાં 183 રન બનાવી તમામ વિકેટ ગુમાવી હતી. ઝિદાન શેખે 104 બોલમાં 65 રન અને રિયાન ચોપરાએ 108 બોલમાં 46 રન બનાવ્યા હતા. અખનાનંદ તરફથી રાજ પટાણીએ 4 વિકેટ ઝડપી હતી.
બીજી ઇનિંગ્સમાં અખનાનંદ માધ્યમિક શાળાએ 27.3 ઓવરમાં 4 વિકેટે 109 રન બનાવ્યા હતા. ધ્રુવ વાઘેલાએ માત્ર 51 બોલમાં 50 રનની અડધી સદી ફટકારી હતી. DBMS તરફથી મહિક શાહે 2 વિકેટ ઝડપી હતી.
મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી, પરંતુ પ્રથમ ઇનિંગ્સમાં લીડ મેળવવાના કારણે DBMS એલિસબ્રિજને વિજેતા જાહેર કરવામાં આવી હતી.
સંક્ષિપ્ત સ્કોર:
DBMS એલિસબ્રિજ: 127/10 & 183/10
અખનાનંદ માધ્યમિક શાળા: 77/10 & 109/4
પરિણામ: મેચ ડ્રો, DBMS એલિસબ્રિજ પ્રથમ ઇનિંગ્સની લીડથી વિજેતા.
