સેન્ચુરી ક્રિકેટ ક્લબે રિલાયન્સ ફાઉન્ડેશન મેજર ટુર્નામેન્ટમાં ઇનિંગ્સ અને 89 રને શાનદાર વિજય મેળવ્યો

Spread the love

ધ્રુવ પટેલ અને મંથન ઉપાધ્યાયની ઘાતક બોલિંગ આગળ ઇન્કમ ટેક્સ ટીમ પરાજિત

અમદાવાદ

અમદાવાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ દ્વારા યોજાયેલી રિલાયન્સ ફાઉન્ડેશન મેજર ટુર્નામેન્ટ (મલ્ટીડે) અંતર્ગત સોમ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઇન્કમ ટેક્સ અને સેન્ચુરી ક્રિકેટ ક્લબ વચ્ચે રોમાંચક મુકાબલો રમાયો હતો.

આ મેચમાં ઇન્કમ ટેક્સની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ સેન્ચુરી ક્લબની ધારદાર બોલિંગ સામે ઇન્કમ ટેક્સનો પહેલો દાવ માત્ર 70 રનમાં (28.3 ઓવરમાં) સમેટાઈ ગયો હતો. જેમાં જયવર્ધનસિંહ ચાવડાએ 20 બોલમાં 15 રન બનાવ્યા હતા. સેન્ચુરી ક્રિકેટ ક્લબ તરફથી ધ્રુવ પટેલે ઘાતક બોલિંગ કરતા 11.3 ઓવરમાં 26 રન આપીને 6 વિકેટ ઝડપી હતી, જ્યારે મંથન ઉપાધ્યાયે 4 વિકેટ મેળવી હતી.

જવાબમાં સેન્ચુરી ક્રિકેટ ક્લબે પ્રથમ ઇનિંગ્સમાં શાનદાર બેટિંગ પ્રદર્શન કરતા 54.2 ઓવરમાં 202 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ટીમ તરફથી હર્ષરાજસિંહ રાઠોડે 90 બોલમાં 65 રન અને ફિરોઝ બ્લોચે 35 બોલમાં 37 રનનું યોગદાન આપ્યું હતું. ઇન્કમ ટેક્સ તરફથી મીત પટેલે 4, મેઘ પટેલે 3 અને આર્યન દમાણીએ 3 વિકેટ ઝડપી હતી.

ત્યારબાદ ઇન્કમ ટેક્સની ટીમ બીજી ઇનિંગ્સમાં પણ નિષ્ફળ રહી હતી અને 21.3 ઓવરમાં માત્ર 43 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં ત્રિનાભ શુક્લાએ અણનમ 8 રન બનાવ્યા હતા. સેન્ચુરી ક્લબ તરફથી બીજી ઇનિંગ્સમાં પણ ધ્રુવ પટેલે 5 વિકેટ અને મંથન ઉપાધ્યાયે 5 વિકેટ ઝડપીને ઇન્કમ ટેક્સની સમગ્ર ટીમને પેવેલિયન ભેગી કરી દીધી હતી.

આ શાનદાર પ્રદર્શનના આધારે સેન્ચુરી ક્રિકેટ ક્લબે આ મેચ એક ઇનિંગ્સ અને 89 રનથી પોતાના નામે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *