ડૂન કેસલ ક્રિકેટ ટૂર્નામેન્ટ U/16: ટર્ફ ઇંગ્લિશ સ્કૂલે શાનદાર પ્રદર્શન કરી 268 રનથી મેચ જીતી લીધી

Spread the love
  • શૌર્ય વાઘેલા ‘મેન ઓફ ધ મેચ’ ; શાનદાર બોલિંગ અને બેટિંગથી ટીમને ભવ્ય વિજય અપાવ્યો

અમદાવાદ

ડોન કેસલ ક્રિકેટ ટૂર્નામેન્ટ U/16 અંતર્ગત રમાયેલી રોમાંચક મેચમાં ટર્ફ ઇંગ્લિશ સ્કૂલની ટીમનો જબ્બર વિજય થયો છે.

પ્રથમ ઇનિંગ્સમાં ટર્ફ ઇંગ્લિશ સ્કૂલે બેટિંગ કરતા શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં દેવાંશ ખત્રીએ 51 રન અને મન્યા પટેલે 42 રનનું યોગદાન આપ્યું હતું. ટીમનો કુલ સ્કોર 42.5 ઓવરમાં 10 વિકેટે 183 રન થયો હતો. શૌર્ય વાઘેલાએ ઘાતક બોલિંગ કરીને 7 ઓવરમાં માત્ર 12 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

જવાબમાં પ્રથમ ઇનિંગ્સમાં જય સોમનાથ હાઇસ્કૂલની ટીમ માત્ર 52 રનમાં (19.3 ઓવરમાં) ઓલઆઉટ થઈ ગઈ હતી. બોલિંગમાં અરોન પરમારે શાનદાર પ્રદર્શન કરતા 16.5 ઓવરમાં 3 મેડન સાથે 45 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.

ત્યારબાદ બીજી ઇનિંગ્સમાં ટર્ફ ઇંગ્લિશ સ્કૂલે ફરીથી શાનદાર બેટિંગ કરી હતી. ઔમ શુક્લાએ 33 રન, ધૈર્ય પટેલે 72 રન અને સ્નેહ પટેલે 31 રન બનાવ્યા હતા, જેનાથી ટીમનો કુલ સ્કોર 61.5 ઓવરમાં 10 વિકેટે 262 રન પર પહોંચ્યો હતો. બોલિંગમાં દેવ જી. દેસાઈએ 9 ઓવરમાં 27 રન આપી 5 વિકેટ અને મીત પીપલિયાએ 8 ઓવરમાં 31 રન આપી 3 વિકેટ મેળવી હતી. જય સોમનાથ હાઇસ્કૂલની બીજી ઇનિંગ્સમાં ગ્રામણી સાઈરાજે 3.5 ઓવર નાખી હતી, જ્યારે પ્રદીપે 23 ઓવરમાં 6 મેડન સાથે 81 રન આપી 5 વિકેટ લીધી હતી.

અંતે, ટર્ફ ઇંગ્લિશ સ્કૂલે આ મેચ 268 રનના વિશાળ અંતરથી જીતી લીધી હતી. ઓલરાઉન્ડ પ્રદર્શન કરનાર શૌર્ય વાઘેલાને ‘મેન ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *