ઈન્ટરનેશલ યર ઑફ મિલેટ્સની ઉજવણી અને શ્રી અન્ન વિશે જાગરુકતા વધારવાનો રાષ્ટ્રવ્યાપી પ્રયાસ
~ભારતમાં મિલેટ્સની ખેતી અને ઉપયોગ વિશે શિક્ષણ, સશક્તીકરણ અને પ્રોત્સાહની પોતાની પહેલને મજબૂત બનાવવાનો ધ્યેય~
નવી દિલ્હી
ભારતના મલ્ટિ-બિઝનેસ સાહસોમાંથી એક ITC લિમિટેડે ટપાલ ખાતા, સંચાર મંત્રાલયના સહયોગમાં આજે નવી દિલ્હીમાં એક વિશિષ્ટ ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ઈન્ટરનેશનલ યર ઑફ મિલેટ્સની ઉજવણીના માનમાંશરૂ કરાયેલી ITC ની પહેલ મિશન મિલેટના ભાગ રૂપે, શ્રી અન્નની ઉજવણી કરતી વિશિષ્ટ ટપાલ ટિકિટ બહાર પાડવામાંતથા મિલેટ્સ (જાડું ધાન્ય) વિશે રાષ્ટ્રવ્યાપી જાગરુકતા લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ વિશિષ્ટ ટપાલ ટિકિટનું વિમોચન આજે ભારત સરકારના કૃષિ અને ખેડૂત વિકાસ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન, કૈલાશ ચૌધરીના હસ્તે ચિફ પૉસ્ટ માસ્ટર જનરલ, ડિપાર્ટમેન્ટ ઑફ પૉસ્ટ, સંવાદ મંત્રાલયનાં મંજુ કુમાર અને ITC લિમિટેડના ગ્રુપ હૅડ- ઍગ્રી બિઝનેસ, એસ. સિવકુમારની હાજરીમાં નવી દિલ્હી ખાતે થયું હતું. માનનીય વડા પ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી મિલેટ્સ વિશેની ચળવળ બાબતે જાગરુકતા લાવવા તથા ભારતને વધુ સારી રીતે આહાર લેવામાં મદદ કરવા (હૅલ્પ ઈન્ડિયા ઈટ બેટર) માટે ITC કટિબદ્ધ છે.
મહાન સાંસ્કૃતિક મૂલ્ય ધરાવતા લોકો અથવા ચળવળોને અમરત્વ પ્રદાન કરવા માટે વિશ્વભરમાં ટપાલ ટિકિટોને માનનું પ્રતીક ગણવામાં આવે છે. શ્રી અન્નની ઉજવણી કરવા માટે ટપાલ ખાતા અને સંચાર મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી ITC મિશન મિલેટ્સ ટપાલ ટિકિટ, ભારતમાં મિલેટ વિશે શિક્ષણ, સશક્તીકરણ અને તેની ખેતી તથા ઉપયોગને પ્રોત્સાહન આપવાના ITC ના પ્રયાસમાં એક સીમાચિહ્ન છે.
વિશષ્ટ ITC મિશન મિલેટ્સ ટપાલ ટિકિટ ખેડૂતોની મહત્વની ભૂમિકા અને ટકાઉ ખેતીથી પોષણયુક્ત ફૂડ પ્રોડક્ટ્સ તથા મિલેટ-આધારિત સ્વાદિષ્ટ રેસિપી અને વાનગીઓને જોડવાના પ્રયાસને સ્વીકૃતિ આપે છે. ટપાલ ટિકિટ પરની રજૂઆતમાં એક અનોખું રેખાચિત્ર છે જે ITC ના ઍગ્રો બિઝન્સ ડિવિઝન, ફૂડ બિઝનેસ ડિવિઝન અને ITC હોટેલ્સના એકત્રિત અને સમન્વયક પ્રયાસોનું ચિત્રણ છે, આ પ્રયાસોમાં મિલેટની ટકાઉ ખેતી ઉપરાંત સ્વાસ્થ્યપ્રદ મિલેટ્સનો સ્વાદ ગ્રાહકો કેળવે એ માટેની મદદનો પણ સમાવેશ થાય છે. ITC એ મિલેટ્સ-આધારિત પ્રોડક્ટ્સની શ્રેણી પારંપારિક તથા આધુનિક સ્વરૂપોમાં, ભોજનના તમામ પ્રસંગો માટે વિકસાવી છે, જેમાં રેડી ટુ ઇટ ફૂડ પ્રોડક્ટ્સ, કૂકીઝ, નૂડલ્સ, સેવઈ, ચોકોસ્ટિક્સ, નાસ્તા અને મલ્ટિ મિલેટ મિક્સ અને રાગીનો લોટ જેવા મુખ્ય આહારનો પણ સમાવેશ થાય છે. ITC હોટેલ્સે પણ પોતાના બૂફે વિકલ્પમાં મિલેટ્સ આધારિત વિશિષ્ટ પાકકળાઓ-વાનગીઓનો સમાવેશ કર્યો છે. ખેતરથી ITC ની ફૂડ ઉત્પાદન ફેક્ટરીઝ સુધી અને આખરે ITC ના શૅફ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી પોષક વાનગીઓ સુધીના મિલેટ્સના પ્રવાસને ટપાલ ટિકિટ પર ઝીલવામાં આવ્યો છે. ધરતી જેવા રંગો આ રેખાચિત્ર સાથે અનોખું સંયોજન રચે છે, જે શ્રી અન્ન અને તેના અસંખ્ય લાભોની ઉજવણી કરે છે.