વિદ્યાર્થીઓ સરકાર તરફથી 600 રૂપિયાના ખર્ચે બનનાર બે જોડી યુનિફોર્મને સ્થાને રંગબેરંગી કપડા અથવા જુનો ગણવેશ પહેરી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે
ભોપાલ
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં 20 જુલાઈના રોજ જ્યાં એક તરફ લાલ પરેડ ગ્રાઉન્ડમાં લેપટોપ માટે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને 25,000 રૂપિયાના ચેક આપવામાં આવી રહ્યા હતા. બીજી તરફ, ભોપાલની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા 83,326 વિદ્યાર્થીઓ સરકાર તરફથી 600 રૂપિયાના ખર્ચે બનનાર બે જોડી યુનિફોર્મને સ્થાને રંગબેરંગી કપડા અથવા જુનો ગણવેશ પહેરી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે.
20 જુલાઈના રોજ, ભોપાલના લાલ પરેડ ગ્રાઉન્ડમાં, મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને શાળા શિક્ષણ પ્રધાન ઇન્દરસિંહ પરમારે લેપટોપ રાશિ વિતરણ યોજના હેઠળ આયોજિત એક કાર્યક્રમમાં 12માની પરીક્ષામાં 75% અથવા તેથી વધુ ગુણ મેળવનારા વિધાર્થીઓનેને લેપટોપ ખરીદી માટે તેમના ખાતામાં 25-25 હજારની રકમ ટ્રાન્સફર કરી હતી. સીએમ મેધાવી વિદ્યાર્થીઓ પર પુષ્પવર્ષા કરી રહ્યા હતા, તે જ સમયે ભોપાલ જિલ્લાની 851 સરકારી શાળાઓમાં ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા 83 હજાર 326 બાળકોમાંથી મોટાભાગના બાળકો કાં તો જૂના ગણવેશ પહેરીને અથવા તો રંગબેરંગી પોશાક પહેરીને અભ્યાસ કરી રહ્યા હતા. છેલ્લા 2 વર્ષથી સરકાર દ્વારા શાળા ગણવેશ આપવામાં આવે છે પરંતુ આ વર્ષ આપવામાં જ નહી આવતા વિધાર્થીઓ કાં તો જુનો યુનિફોર્મ પહેરીને આવે છે અથવા તો યુનિફોર્મ વગર જ શાળાએ આવતા હોય છે.
હકીકતમાં રાજ્યમાં હજુ પણ મોટી સંખ્યામાં બાળકો શાળાએ જતા નથી. તેઓને શિક્ષણથી વંચિત છે. આવા બાળકોને શાળા સાથે જોડીને શિક્ષણ મળી રહે તે હેતુથી રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા પ્રથમ વર્ગથી આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને દર વર્ષે બે જોડી ગણવેશ (યુનિફોર્મ) વિનામૂલ્યે આપવામાં આવે છે. શાળા શિક્ષણ વિભાગ આ વિદ્યાર્થીઓને દર વર્ષે 600 રૂપિયાની રકમ આપવામાં આવે છે, જેમાંથી તેઓ બે જોડી યુનિફોર્મ ખરીદે છે. આ પ્રક્રિયા દર વર્ષે 15મી ઓગસ્ટ પહેલા પૂરી કરવામાં આવે છે.
કોરોના કાળ પહેલા વિદ્યાર્થીઓને રોકડ આપવામાં આવતી હતી, પરંતુ ત્યાર પછી હવે સ્વ-સહાય જૂથમાંથી તૈયાર કરીને આપવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓ તેમના ગણવેશની રાહ જોઈ રહ્યા છે. આ કારણોસર તેઓ કાં તો તેમનો જૂનો ગણવેશ પહેરીને આવે છે અથવા યુનિફોર્મ વિના શાળાએ આવે છે. જો સ્થિતિ આવી જ રહેશે તો ગત વખતની જેમ આ વખતે પણ વિદ્યાર્થીઓએ જૂના ગણવેશ કે યુનિફોર્મ વગરના રંગબેરંગી કપડાં પહેરીને 15મી ઓગસ્ટના મહત્વના દિવસની ઉજવણી કરવી પડશે. 15 ઓગસ્ટ એ બાળકો માટે અલગ મહત્વનો તહેવાર છે. આ દિવસે તેઓ નવો ગણવેશ પહેરીને શાળાએ જાય છે, પરંતુ સરકારની ભૂલને કારણે બાળકોને તેમનો ગણવેશ મળી શક્યો નથી અને ગત વખતની જેમ તેઓ 15મી ઓગસ્ટની ઉજવણી ગણવેશ વિના કે જૂના ગણવેશ પહેરીને જશે.
ડીપીસી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભોપાલની સરકારી શાળાઓમાં ભણતા 83 હજાર 326 બાળકોમાંથી 26,892 બાળકોને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું છે. બાકીના 63,344 બાળકોમાંથી પાંચમા અને આઠમા ધોરણમાં ભણતા અને સીએમ રાઇઝ સ્કૂલના બાળકોને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું છે. એટલે કે હજુ 36 હજાર 452 બાળકોને ગણવેશ મળવાનો બાકી છે. તે જ સમયે, ગયા વર્ષના 63,344 બાળકોના ગણવેશનું શું થયું તે કોઈને ખબર નથી. આવી સ્થિતિમાં જે બાળકોએ યુનિફોર્મ નથી મેળવ્યો તે બધા જ તેમના પડોશમાં યુનિફોર્મ પહેરીને બેઠેલા બાળકોને જોતા રહે છે. તેઓ આશા રાખી રહ્યા છે કે ટૂંક સમયમાં તેમને પણ તેમનો ગણવેશ મળી જશે.