મોખરાના ક્રમની મૌબિનીને હરાવીને જિયાએ અંડર-15 ટાઇટલ જીત્યું

Spread the love

આ ટુર્નામેન્ટ વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ દ્વારા પ્રાયોજિત છે અને તેને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો સહકાર સાંપડેલો છે

રાજકોટ

પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અમદાવાદની જિયા ત્રિવેદીએ ગુરુવારે શાનદાર પ્રદર્શન કરીને મોખરાના ક્રમની તેના જ શહેરની મૌબિની ચેટરજીને હરાવીને સબ જુનિયર ગર્લ્સ (અંડર-15) ટાઇટલ જીતી લીધું હતું. આ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ રાજકોટ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે અહીના એસએજી મલ્ટિપર્પસ ઇન્ડોર હોલ ખાતે યોજાઈ છે.

આ ટુર્નામેન્ટ વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ દ્વારા પ્રાયોજિત છે અને તેને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો સહકાર સાંપડેલો છે.

હોપ્સ બોયઝ (અંડર-11) કેટેગરીમાં બીજા ક્રમના અંશ ખમાર (અમદાવાદ)એ મોખરાના ક્રમના સુરતના અખિલ આચ્છાને હરાવીને ટાઇટલ જીત્યું હતું.

હોપ ગર્લ્સ (અંડર-11)માં મોખરાના ક્રમની વિન્સી તન્નાએ તેના જ શહેરની અને બીજા ક્રમની તનિષા ડેપ્યુટીને હરાવીને તાજ જીત્યો હતો.

કેડેટ ગર્લ્સ (અંડર-13)ની ફાઇનલમાં બીજા ક્રમની સુરતની દાનિયા ગોદીલનો મુકાબલો પાંચમા ક્રમની ખ્વાઇશ લોટિયા સામે થશે.

પરિણામોઃ

સબ જુનિયર ગર્લ્સ (અંડર-15) ફાઇનલઃ જિયા ત્રિવેદી જીત્યા વિરુદ્ધ મૌબિની ચેટરજી 11-4,11-9,9-11,5-11,11-7.
સેમિફાઇનલઃ મૌબિની ચેટરજી જીત્યા વિરુદ્ધ ખ્વાઇશ લોટિયા 11-5,11-3,12-10; જિયા ત્રિવેદી જીત્યા વિરુદ્ધ વિદિશા સોલંકી 11-5,11-5,11-8
હોપ્સ બોયઝ (અંડર-11) ફાઇનલઃ અંશ ખમાર જીત્યા વિરુદ્ધ અખિલ આચ્છા 11-7,9-11,11-9,11-8;
ત્રીજા અને ચોથા સ્થાન માટેની મેચઃ દેવ ભટ્ટ જીત્યા વિરુદ્ધ યુગપ્રતાપ સિંઘ 11-7,11-5,8-11,11-3.
સેમિફાઇનલઃ અખિલ આચ્છા જીત્યા વિરુદ્ધ યુગપ્રતાપ 10-12,11-6,11-2,11-7; અંશ ખમાર જીત્યા વિરુદ્ધ 7-11,11-5,11-8,11-3.

હોપ્સ ગર્લ્સ અંડર-11 ફાઇનલઃ વિન્સી તન્ના જીત્યા વિરુદ્ધ તનિષા ડેપ્યુટી 11-6,4-11,11-9,12-10;
ત્રીજા અને ચોથા સ્થાન માટેઃ ખનક શાહ જીત્યા વિરુદ્ધ પ્રિશા ગોકાણી 11-5,11-6,7-11,6-11,11-8;
સેમિફાઇનલઃ તનિષા ડેપ્યુટી જીત્યા વિરુદ્ધ ખનક શાહ 10-12,13-11,14-12,11-7; વિન્સી તન્ના જીત્યા વિરુદ્ધ પ્રિશા ગોકાણી 11-5,11-8,11-2.
કેડેટ ગર્લ્સ અંડર-13 સેમિફાઇનલઃ દાનિયા ગોદીલ જીત્યા વિરુદ્ધ ફિઝા પવાર 11-8,13-15,11-9,11-7; ખ્વાઇશ લોટિયા જીત્યા વિરુદ્ધ 11-7,11-4,9-11,11-9.
ત્રીજા ચોથા સ્થાન માટેની મેચઃ ચાર્મી ત્રિવેદી જીત્યા વિરુદ્ધ ફિઝા પવાર 11-7,11-9,8-11,11-9.
સબ જુનિયર બોયઝ અંડર-15 3-4 સ્થાન માટેની મેચઃ યથાર્થ કેડિયા જીત્યા વિરુદ્ધ સમર્થ શેખાવત 11-9,8-11,11-9,11-9.

Total Visiters :588 Total: 1498286

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *