કેટલાક દળો એવા છે જે સમાજને વિભાજિત કરવા માટે એક થયા છે, ગાંધી લક્ષમીબાઈએ સનાતનથી પ્રેરણા લીધી હતી જ્યારે ઘમંડી ગઠબંધનના લોકો સનાતનને ખતમ કરવા માંગે છેઃ મોદી

બીના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે ગયા હતા, જ્યા તેમણે અનેક યોજનાનો શિલાન્યાસ કર્યો હતો. આ સિવાય મોદીએ એક જનસભાને સંબોધિત કરી હતી જેમાં તેણે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ઈન્ડિયાનો એજન્ડા સનાતનને ખતમ કરવાનો છે.
પ્રધાનમંત્રી મોદીએ એક જનસભા સંબોધન દરમિયાન કહ્યું હતું કે કેટલાક દળો એવા છે જે સમાજને વિભાજિત કરવા માટે એક થયા છે, આ સિવાય વધુમાં કહ્યું હતું કે કેટલાક લોકો વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાને ઘમંડી ગઠબંધન પણ કહી રહ્યા છે. મુંબઈ બેઠકમાં ઘમંડી ગઠબંધને નીતિ બનાવી છે. તેનો છુપાયોલો એજન્ડો છે. તેમની નીતિ જ ભારતની સંસ્કૃતિ પર હુમલો કરવાની છે. આ લોકો સનાતનને ટાર્ગેટ કરી રહ્યા છે. સનાતન પરંપરાને ખતમ કરવાનો વિચાર કરી રહ્યા છે, ગાંધી લક્ષમીબાઈએ સનાતનથી પ્રેરણા લીધી હતી જ્યારે ઘમંડી ગઠબંધનના લોકો સનાતનને ખતમ કરવા માંગે છે.
પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષી ગઠબંધન પર ભારતીય સંસ્કૃતિ પર હુમલો કરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે આ લોકોની નીતિ ભારતીયની આસ્થા પર હુમલો કરવાની છે. આ ઘમંડી ગઠબંધનની નિયત છે કે ભારતને જે વિચારો, સંસ્કારો, પરંપરાઓએ હજારો વર્ષથી જોડી રાખ્યો છે તેને તબાહ કરવાની છે. જે સનાતનથી પ્રેરિત થઈને અહિલ્યા બાઈ હોલકરે દેશના ખુણે-ખુણેથી સામાજિક કાર્ય કર્યા, નારી ઉત્થાન જેના કાર્ય કર્યા, ઘમંડી ગઠબંધન તે સનાતનને, સંસ્કારોને સમાપ્ત કરવાનો સંકલ્પ લઈને આવ્યા છે.
મધ્યપ્રદેશના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. મધ્યપ્રદેશના બીનાને અનેક પ્રોજેક્ટ ગિફ્ટ કર્યા બાદ પીએમ મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. વિપક્ષી ગઠબંધન પર પ્રહાર કરતા પીએમએ કહ્યું કે આ અહંકારી ગઠબંધન દેશને પછાત લઈ જવા માંગે છે, પરંતુ ભાજપ આવું થવા દેશે નહીં.
પીએમ મોદી સૌથી પહેલા બીના પહોંચ્યા અને બીના રિફાઈનરીમાં પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ સહિત રૂ. 50,700 કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો.
બીનામાં બોલતા પીએમએ કહ્યું કે જી20 સમિટની સફળતાનો શ્રેય મોદીને નહીં પરંતુ દેશના 140 કરોડ લોકો અને તેમની “સામૂહિક શક્તિ”ને જાય છે.
આ સાથે પીએમએ રાહુલ ગાંધી પર આડકતરી રીતે પ્રહારો કર્યા અને આરોપ લગાવ્યો કે કેટલીક પાર્ટીઓ વૈશ્વિક મંચ પર ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે.
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, ભારત વિશ્વ નેતા તરીકે ઉભરી રહ્યું છે, કેટલાક પક્ષો દેશ અને તેના લોકોને વિભાજિત કરવાનું કામ કરી રહ્યા છે. આ લોકો ભારત-ગઠબંધન હેઠળ ભેગા થયા છે અને આ એક ઘમંડી જોડાણ છે.
આ સાથે વિપક્ષી ગઠબંધન પર મોટો આરોપ લગાવતા પીએમએ કહ્યું કે ઈન્ડિયાએ તેની ત્રીજી બેઠકમાં સનાતન સંસ્કૃતિને નષ્ટ કરવાનો પ્રસ્તાવ અપનાવ્યો છે. પીએમએ કહ્યું કે આ લોકો દેશને 1000 વર્ષ સુધી ગુલામીમાં ધકેલવા માંગે છે.
પીએમએ કહ્યું કે સનાતન ધર્મના દરેક અનુયાયીઓ અને દેશના ખૂણે ખૂણે દેશભક્તોએ સતર્ક રહેવું પડશે, કારણ કે અહંકારી ગઠબંધન સનાતનને ખતમ કરવામાં લાગેલું છે.
પીએમે વધુમાં કહ્યું કે કોંગ્રેસે મધ્યપ્રદેશમાં લાંબા સમય સુધી શાસન કર્યું, પરંતુ તેમણે ભ્રષ્ટાચાર અને અપરાધને પ્રોત્સાહન આપવા સિવાય કંઈ કર્યું નથી.