ઈસરોએ બનાવેલું નવું નવઆઈસી સોફ્ટવેર દરેક મોબાઈલમાં મળશે

Spread the love

કંપનીઓ મોબાઈલ ફોનમાં નવઆઈસી સંચાલિત ચિપ્સનો ઉપયોગ કરી શકે છે અથવા તેઓ નવઆઈસી ચિપસેટ આપી શકે છે

નવી દિલ્હી

ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે 2025ના અંત સુધીમાં તમામ સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ મોબાઈલમાં નવઆઈસી ની સુવિધા આપવી પડશે. તેમણે કહ્યું કે કાં તો કંપનીઓ મોબાઈલ ફોનમાં નવઆઈસી સંચાલિત ચિપ્સનો ઉપયોગ કરી શકે છે અથવા તેઓ નવઆઈસી ચિપસેટ આપી શકે છે. 

ઉલ્લેખનીય છે કે, એપલે તેની નવી સીરીઝમાં નવઆઈસી ને સપોર્ટ કર્યો છે. તમને આ સેવા આઈફોન 15 પ્રો અને પ્રો મેક્સમાં મળશે. જેઓ નવઆઈસી શું છે તે જાણતા નથી તેઓ જાણી લે કે તેને અંગ્રેજીમાં નેવિગેશન વિથ ઈન્ડિયન કોન્સ્ટેલેશન કહેવાય છે. આ એક ભારતીય જીપીએસ સિસ્ટમ છે જે ઈસરો દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેની મદદથી અમેરિકાની જીપીએસ સિસ્ટમ પરથી દેશની નિર્ભરતા ખતમ થઈ જશે.

રાજ્યમંત્રીએ કહ્યું કે 5G સ્માર્ટફોને 1 જાન્યુઆરી, 2025 સુધીમાં નવઆઈસી (નેવીગેશન વિથ ઈન્ડિયન કન્સલટેશન) ને સપોર્ટ કરવો પડશે અને અન્ય મોબાઈલ કંપનીઓએ ડિસેમ્બર 2025 સુધીમાં તેમના ફોનમાં આ સેવા આપવી પડશે. આ સાથે તેમણે કહ્યું કે સરકાર પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ અથવા પીઆઈએલ સ્કીમના આગામી રાઉન્ડમાં સિસ્ટમ ડિઝાઇનમાં ભારતીય બનાવટ અથવા ડિઝાઇન કરેલી નવઆઈસી-સપોર્ટિંગ ચિપ્સનો ઉપયોગ કરવા માટે ઈન્સેન્ટિવ પણ આપી શકે છે. એટલે કે કંપનીઓને થોડો ફાયદો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *