સસ્ટેઇનેબિલિટી સંબંધિત ભારતના સૌથી મોટા ઍવોર્ડ – ધ સર્ક્યુલર

Spread the love

ડિઝાઇન ચૅલેન્જ (સીડીસી)નો આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવેશ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની R|ELAN ™ તથા યુનાઇટેડ નૅશન્સ ઇન ઇન્ડિયાના સહયોગથી

આયોજિત સીડીસીની વૈશ્વિક વિસ્તરણ જ્યુરીની બેઠક યુકેઈયુ અને એશિયા પેસિફિક રિજનમાં ભરાઈ

જ્યુરીની બેઠકમાં ફાઇનલિસ્ટ્સની જાહેરાત કરાઈ

 વિશ્વભરના ફેશન ડિઝાઇન ક્ષેત્રના નિપુણ લોકોને વૈશ્વિક મંચ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્યથી સર્ક્યુલર ડિઝાઇન ચૅલેન્જ (સીડીસી) દ્વારા વૈશ્વિક વિસ્તરણની જાહેરાત કરવામાં આવી છે. આ ચૅલેન્જનું સમાપન લેક્મે ફેશન વીક x FDCI ખાતે થવાનું છે. ભારતના સૌથી મોટા ઉદ્યોગસમૂહ – રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની અત્યાધુનિક ફેબ્રિક બ્રાન્ડ – R|ElanTM દ્વારા યુનાઇટેડ નૅશન્સ ઇન ઇન્ડિયાના સહયોગથી રજૂ થનારી સીડીસીનો ઉદ્દેશ્ય દુનિયાનું ભાવિ પર્યાવરણને અનુકૂળ અને વધુ સસ્ટેઇનેબલ બનાવવાનો છે. એના માટે ફેશન ઉદ્યોગમાં પર્યાવરણ પ્રત્યે સભાનતા રાખીને વસ્ત્રોનું સર્જન કરવાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. 

રિલાયન્સ ઇન્ડિયા લિમિટેડે પાંચ વર્ષ પહેલાં સર્ક્યુલર ડિઝાઇન ચૅલેન્જનો કોન્સેપ્ટ શરૂ કર્યો હતો. સમગ્ર ફેશન ઉદ્યોગના દરેક પાસામાં સસ્ટેઇનેબલ કાર્ય કરવા અને સર્ક્યુલર (વિવિધ સ્વરૂપે થતું રિસાયકલિંગ) પ્રથાઓ અપનાવવા અર્થે જાગરૂકતા ફેલાવવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે. આ કાર્ય માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, યુએન ઇન ઇન્ડિયા તથા લેક્મે ફેશન વીક વચ્ચે સહકાર સાધવામાં આવ્યો છે. ફેશનના ક્ષેત્રે મોટા પાયે પરિવર્તન આવે એ માટે વિશેષ પ્રયત્ન કરવાનો એની પાછળનો હેતુ છે.

આ સહકાર સાધ્યા બાદ સર્ક્યુલર ડિઝાઇન ચૅલેન્જ મારફતે ભારતના ફેશન ઉદ્યોગમાં પર્યાવરણ પ્રત્યે જાગરૂકતા લાવવા માટે પાયાનું કાર્ય થયું છે. હવે આ પરિવર્તનનો પવન આંતરરાષ્ટ્રીય સ્તરે ફૂંકાય અને તેના દ્વારા વૈશ્વિક ફેશન ઉદ્યોગમાં સર્ક્યુલર કાર્ય આગળ વધે અને સસ્ટેઇનેબલ કાર્ય થાય એવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

આ વર્ષે સીડીસીનું લક્ષ્ય યુનાઇટેડ કિંગડમ, યુરોપિયન યુનિયન (ઈયુ) અને એશિયા પેસિફિક રિજનમાં વિશ્વભરના ડિઝાઇનરોને નિમંત્રિત કરીને સ્પર્ધાને વૈશ્વિક સ્તરે લઈ જવાનું છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના પોલીયેસ્ટર વિભાગના સેક્ટર હેડ શ્રી હેમંત ડી. શર્માએ કહ્યું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અપનાવવામાં આવેલા નોંધનીય કોન્સેપ્ટમાં સીડીસીનો સમાવેશ થાય છે. સીડીસી મારફતે એવા લોકોને પ્રોત્સાહન અપાયું છે અને વિકસાવાયા છેજેઓ સસ્ટેઇનેબલ અને રિસાયકલ્ડ મટેરિયલનો ઉપયોગ કરીને સર્ક્યુલર અને ઇનોવેટિવ કલેક્શન તૈયાર કરી રહ્યા છે. આ ચૅલેન્જ ભારતમાં સસ્ટેઇનેબલ ફેશન ક્ષેત્રનો અત્યાર સુધીનો સૌથી મોટો ઍવોર્ડ બની ગઈ છે. આ પહેલની મદદથી ભારતના ફેશન ઉદ્યોગમાં સસ્ટેઇનેબલ અને સર્ક્યુલર કાર્યને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ભારતમાં આ ઍવોર્ડની ચાર એડિશન પૂર્ણ થયા બાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પદાર્પણ કરવામાં આવી રહ્યું છે. દુનિયાભરમાં સર્ક્યુલર અર્થતંત્ર તૈયાર થાય અને સસ્ટેઇનેબલ કાર્ય થાય એવો એની પાછળનો હેતુ છે.

ભારતસ્થિત યુએન રેસિડન્ટ કો-ઓર્ડિનેટર શ્રી શોમ્બી શાર્પે કહ્યું છે કે યુએન ઇન ઇન્ડિયા સર્ક્યુલર ડિઝાઇન ચૅલેન્જની સ્થાપના કરનારાઓમાં સામેલ હોવા બાબતે ગૌરવ અનુભવે છે. આ ચૅલેન્જની સ્થાપના પાંચ વર્ષ પહેલાં થઈ હતી. યુએન અને સીડીસીનો એકસમાન મત છે કે ફેશન હંમેશાં આનંદદાયક હોવી જોઈએએના દ્વારા સંસ્કૃતિની ઊજવણી થઈ જોઈએમનુષ્યોની લાગણીઓની અભિવ્યક્તિ થવી જોઈએ અને એમાં નવસર્જન થવું જોઈએ. આપણી દુનિયાને વધુ હરિત બનાવવા માટેની શક્તિ પણ એનામાં હોવી જોઈએ. ફેશન ઉદ્યોગ વધુ સસ્ટેઇનેબલ બનીને સમાજના અને અર્થતંત્રના તાણાવાણા રચી શકે છે અને સસ્ટેઇનેબલ વિકાસનાં લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદરૂપ થઈ શકે છે. સીડીસી મારફતે વૈશ્વિક સ્તરે સર્ક્યુલર સોલ્યુશન્સ તૈયાર થવાની આશા રાખીએ છીએ.

આ ડિઝાઇન ચૅલેન્જમાં સસ્ટેઇનેબિલિટીના મહત્ત્વપૂર્ણ માપદંડનો ખયાલ રાખવામાં આવે છે, જેમાં બાયોડિગ્રેડેબિલિટી, ટકાઉપણું તથા બહુપયોગીપણાનો સમાવેશ થાય છે. જ્યુરીનું લક્ષ્ય આ કાર્યમાં ઊર્જાનો અસરકારક ઉપયોગ કરવા ઉપરાંતનાં કેટલાંક પાસાંનું ધ્યાન રાખવાનું છે. યુનાઇટેડ નેશન્સે સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ લક્ષ્યો માટે નક્કી કરેલાં ધોરણોનું પાલન થાય એનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

સીડીસીએ વિદેશમાં કરેલા સહયોગમાં યુનાઇટેડ કિંગડમ માટે બ્રિટિશ કાઉન્સિલહોંગકોંગ/એશિયા પેસિફિક માટે રિડ્રેસ તથા યુરોપિયન યુનિયન માટે ઇસ્ટિટ્યુટો મારાંગોનીનો સમાવેશ થાય છે.

એશિયા પેસિફિક પ્રદેશ માટેના ફાઇનલિસ્ટ તરીકે તાઇવાનના પેઇ-વેનની જાહેરાત કરવામાં આવી છે. ભારતમાંથી ત્રણ ફાઇનલિસ્ટ તરીકે રિદ્ધિ જૈન અને ધ્રુવ સતીજાના સ્ટુડિયો મીડિયમ, જિનાલી મોદી અને અરુંધતી કુમારના બનોફી + સ્ટુડિયો બીજ તથા અનીશ માલપાનીના વિધાઉટની જાહેરાત કરવામાં આવી છે. યુકે જ્યુરી મીટમાંથી લંડન ખાતેના શ્રીલંકન ડિઝાઇનર અમેશ વિજેસેકરાને ફાઇનલમાં સ્થાન અપાયું છે અને યુરોપિયન યુનિયન જ્યુરી મીટમાંથી ફાઇનલિસ્ટ તરીકે ફેલિપે ફિઆલોની જાહેરાત કરવામાં આવી છે.

એશિયા પેસિફિક કાઉન્સિલ, યુકે અને ઈયુ જ્યુરીના ફાઇનલિસ્ટને ઑક્ટોબરમાં નવી દિલ્હી ખાતે નિમંત્રિત કરાશે. તેઓ ભારતના ફાઇનલિસ્ટ જોડે સ્પર્ધા કરશે અને લેક્મે ફેશન વીક x FDCI ખાતે જ્યુરી સમક્ષ પોતાનું કાર્ય પ્રસ્તુત કરશે. સીડીસીના વિજેતાને 15 લાખ રૂપિયા, સીડીસી ટ્રોફી તથા છ મહિનાનો મેન્ટરશિપ પ્રોગ્રામ ઇનામ તરીકે આપવામાં આવશે. એ ઉપરાંત માર્ચ 2024માં લેક્મે ફેશન વીક x FDCI ખાતે સ્ટેન્ડ અલોન પ્રસ્તુતિ કરવાની તક આપવામાં આવશે. રનર અપને પાંચ લાખ રૂપિયાનું ભંડોળ તથા મેન્ટરશિપ આપવામાં આવશે.

વિજેતા અને રનર અપને ફેશન રિવોલ્યુશનના સહ-સ્થાપક તથા એસ્ટેથિકાના ક્રિએટિવ ડિરેક્ટર ઓરસોલા ડી કેસ્ટ્રો પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત થશે. આ મૂલ્યવાન સહકાર દ્વારા ડિઝાઇનરોને અમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત થશે. તેઓ તમામ ફાઇનલિસ્ટ માટે માસ્ટરક્લાસ પણ રાખશે.

ફેશન ડિઝાઇન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સહયોગથી લેક્મે ફેશન વીકનું આયોજન કરનાર રિલાયન્સ બ્રાન્ડ્સના ગ્રુપ વાઇસ પ્રેસિડન્ટ જસપ્રીત ચંડોકનું કહેવું છે કે ગત પાંચ વર્ષમાં સીડીસીમાં વધુ ને વધુ લોકો ભાગ લઈ રહ્યા છે અને એને બિરદાવી રહ્યા છે. આ સ્થિતિ જોયા બાદ સીડીસીને વૈશ્વિક સ્તરે લઈ જવાનું પગલું સસ્ટેઇનેબલ ફેશનને વિશ્વભરમાં લઈ જવાના અમારા ધ્યેયને અનુરૂપ છે. R|Elan™ અને યુનાઇટેડ નેશન્સ ઇન ઇન્ડિયાના સહયોગથી અમે સર્ક્યુલર ડિઝાઇન ચૅલેન્જને દેશમાં સસ્ટેઇનેબિલિટીનો સૌથી મોટો મંચ બનાવી છે. ભવિષ્યમાં વૈશ્વિક સહભાગીઓના સહકારથી આંતરરાષ્ટ્રીય સહભાગીઓની સાથે મળીને આ મંચને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ને વધુ સફળતા અપાવવાનું અમારું લક્ષ્ય છે. અમે સસ્ટેઇનેબલ ફેશનને પ્રોત્સાહન આપવાના અમારા કાર્યમાં વિશ્વભરના સર્જનાત્મક લોકોને આવકારીએ છીએ.

છેલ્લાં પાંચ વર્ષમાં સીડીસીએ પર્યાવરણને અનુકૂળ હોય એવાં નવસર્જન દ્વારા ફેશનની રચના કરનારા લોકોને અમે ઓળખ્યા છે અને એમને મદદરૂપ થયા છીએ. ભૂતકાળના વિજેતાઓમાં ‘આઇ વોઝ અ સારી’નો સમાવેશ થાય છે. આ પહેલમાં ત્યજી દેવાયેલી સાડીઓને નવા સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવી હતી અને એમાં મહિલા કળાકારોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. એ ઉપરાંત મલાઇ બાયોમટેરિયલ્સ ડિઝાઇન પણ સામેલ હતી. આ પહેલ દ્વારા ચામડાના સસ્ટેઇનેબલ વિકલ્પોની રચના કરવામાં આવી હતી. બેન્ડિટ તથા પીઉ નામની વિજેતા પહેલ પણ હતી. આ મંચ તરફથી 25 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ સહાય કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયા.માં સીડીસીઃ Instagram: @CircularDesignChallenge

ઈન્ડિયા જ્યુરી મીટ

જ્યુરી સભ્યો:

1.       કરિશ્મા શહાની ખાન: ફેશન ડિઝાઇનર

2.       શ્વેતા શિવારેઃ કટારલેખક અને પત્રકાર

3.       રાકેશ બાલી: વરિષ્ઠ વાઇસ પ્રેસિડેન્ટ – હેડ માર્કેટિંગ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ

4.       પ્રણવ ખન્ના: બિઝનેસ મેન્ટર અને કન્સલ્ટન્ટ

5.       દર્શના ગજરે: સસ્ટેનેબિલિટીના વડા, લેક્મે ફેશન વીક

6.       અપર્ણા બદલાણી: ક્રિએટિવ ડિરેક્ટર, આઝા

સહભાગીઓ:

1.       વિધાઉટ (ફાઇનલિસ્ટ)

2.       બનોફી + સ્ટુડિયો બીજ (ફાઇનલિસ્ટ)

3.       સ્ટુડિયો મીડિયમ (ફાઇનલિસ્ટ)

4.       આરાધિતા પરસરામપુરિયા

5.       બોડેમેન્ટ્સ

6.       લફાની

7.       જાનવી ગોહેલ

એશિયાપેસિફિક જ્યુરી મીટ

જ્યુરી સભ્યો:

1.       ક્રિસ્ટીના ડીન: સ્થાપક, રીડ્રેસ

2.       શવે યે: સ્થાપક યેહ્યેહ અને જૂથ શૈલીના સંપાદકીય નિર્દેશક, મોડર્ન મીડિયા ગ્રુપ

3.       ક્રિસ્ટીન ત્સુઇ: ચાઇના ફેશનના પીએચડી લેખક

4.       કેલ્વિન વાન: સ્થાપક, સાયકલ ફેશન

5.       બંદના તિવારી: સસ્ટેનેબિલિટી એક્ટિવિસ્ટ અને પત્રકાર

સહભાગીઓ:

1.       પેઇ-વેન જિન (ફાઇનલિસ્ટ)

2.       Ngọc Hà Thu Lê

3.       નાવોડા બંધારા

4.       લુઇસ લાઉ

5.       સીજે માર્ટિન

યુકે જ્યુરી મીટ

જ્યુરી સભ્યો:

1.       ફોબી ઇંગ્લિશ: ફેશન ડિઝાઇનર

2.       સેવરા ડેવિસ: આર્કિટેક્ચર ડિઝાઇન અને ફેશનના ડિરેક્ટર, બ્રિટિશ કાઉન્સિલ

3.       સારાહ ડિટ્ટી: લૉડેસ ફાઉન્ડેશન ખાતે મજૂર અધિકારોના વરિષ્ઠ પ્રોગ્રામ મેનેજર

4.       ડેનિયલ વ્હીટલી: ડિઝાઇન અને ઇનોવેશન મેનેજર, એલેન મેકઆર્થર ફાઉન્ડેશન

5.       મેગન ડોયલ: સસ્ટેઇનેબલ ફેશન પત્રકાર અને સલાહકાર

6.       વિલ્સન ઓરીમા: ઓસ્ટ્રોન રિસર્ચ ખાતે લીડ, કલાકાર, લેખક

સહભાગીઓ:

1.       અમેશ વિજેસેકરા (ફાઇનલિસ્ટ)

2.       ક્લેરા ચુ

3.       નમિતા ખાડે

4.       મારિયા એસા

ઈયુ જ્યુરી મીટ

જ્યુરી સભ્યો:

1.       ફ્રાન્સેસ્કો ફિઓરેટો: સંશોધન અને શિક્ષણ નિયામક, ઇસ્ટિટ્યુટો મારાંગોની

2.       ફ્રાન્સેસ્કા ડેલોગુ: ફેશન અને લાઇફસ્ટાઇલ પત્રકાર

3.       મરિના સ્પાડાફોરા: સસ્ટેઇનેબલ સલાહકાર, પ્રોફેસર અને લેખક

સહભાગીઓ:

1.       ફેલિપ ફિઆલો

2.       જિયાન માર્કો કેગીઅરી

3.       એલિસા નેન્સીઓની

4.       માર્ગેરીટા બેટેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *