એર ઈન્ડિયાના ફ્લાઈટ સેફ્ટી ચીફની મંજૂરી મહિના માટે સસ્પેન્ડ

Spread the love

એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ એર ઈન્ડિયાના એક્સીડેંટ પ્રિવેંશન પ્રોટોકોલમાં કેટલીક ખામીઓ શોધ્યા બાદ પગલાં લેવામાં આવ્યા

નવી દિલ્હી

સરકાર પાસેથી હસ્તક લેવાયેલ એર ઈન્ડિયાની માલિકી ધરાવતા ટાટા ગ્રુપ માટે આ સારા સમાચાર નથી. એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ અમુક ક્ષતિઓને કારણે એર ઈન્ડિયાના ફ્લાઈટ સેફ્ટી ચીફને આપવામાં આવેલી મંજૂરીને એક મહિના માટે અટકાવી દીધી છે એટલે કે, એવિએશન રેગ્યુલેટરે ફ્લાઈટ સેફ્ટી ચીફને એક મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે.

એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ એર ઈન્ડિયાના એક્સીડેંટ પ્રિવેંશન પ્રોટોકોલમાં કેટલીક ખામીઓ શોધી છે, જે બાદ આ કેરિયરની ફ્લાઈટ સેફ્ટી ચીફને 1 મહિના માટે સ્થગિત કરી દેવામાં આવ્યા છે. 

એક નામી ન્યુઝ સંસ્થાના અહેવાલ પ્રમાણે,ડીજીસીએની બે સભ્યોની ઈન્સ્પેક્શન ટીમને એર ઈન્ડિયાની ઇન્ટરનલ સેફ્ટીને લઈને કરવામાં આવેલા ઓડિટમાં ઘણી ખામીઓ જોવા મળી છે.જે બાદ તપાસ શરૂ કરવામાં આવી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *