અભિનેતા વિક્કી કૌશલને ભીડે ઘેરી લીધાનો વીડિયો વાયરલ

Spread the love

વાયરલ વીડિયોમાં વિક્કીને શાંત રહીને ચાહકો સાથે વાતચીત કરતા પણ જોઈ શકાય છે

મુંબઈ

ગણેશ ચતુર્થીના અવસરે ઘણા બોલીવુડ સેલેબ્સે પોતાના ઘરમાં બાપ્પાનું સ્વાગત કર્યું તો કેટલાક બાપ્પાના દર્શન માટે મુંબઈમાં લોકપ્રિય લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યા. બોલીવુડ અભિનેતા વિક્કી કૌશલ પણ લાલબાગ કા રાજાના દર્શન માટે પહોંચ્યા હતા જ્યાંથી તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બાપ્પાના દર્શન માટે પહોંચેલા વિક્કી કૌશલને ત્યાં ભીડે ઘેરી લીધા. બુધવારે મોડી રાતે અભિનેતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેમાં અભિનેતા લાલબાગ કા રાજા પહોંચતા જ તેઓ ભીડની વચ્ચે ફસાયેલા નજર આવી રહ્યા છે. 

વીડિયોમાં વિક્કીને લોકોથી ઘેરાયેલા જોઈ શકાય છે. તેમની આસપાસ હાજર પોલીસ કર્મચારી તેમની મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ અભિનેતાને જોઈને ભીડ એટલી બેકાબૂ થઈ ગઈ કે વિક્કીને ભીડમાંથી બહાર કાઢવામાં તેમની પણ હાલત ખરાબ થઈ ગઈ. જોકે, વાયરલ વીડિયોમાં વિક્કીને શાંત રહીને ચાહકો સાથે વાતચીત કરતા પણ જોઈ શકાય છે.

ઉલ્લેખનીય છેકે વિક્કી કૌશલ પહેલા લાલબાગ કા રાજાના દર્શન માટે વરૂણ ધવન તેમની પત્ની નતાશા દલાલ સાથે બાપ્પાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. આ સિવાય કાર્તિક આર્યન પણ પહોંચ્યા હતા. તેમજ પર્લ વી પુરી, દિવ્યા ખોસલા કુમાર સહિત અન્ય ઘણા સ્ટાર્સ પણ લાલબાગ કા રાજાના દર્શન માટે પહોંચ્યા જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ છે.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *