એશિયન ગેમ્સ ફૂટબોલમાં ભારતનો બાંગ્લાદેશ સામે 1-0થી વિજય

Spread the love

ચીન સામે હારનો સામનો કરનારી ભારતીય ટીમ માટે સુકાની સુનીલ છેત્રીએ એકમાત્ર ગોલ કરી ટીમને વિજયની ભેટ ધરી

નવી દિલ્હી

ભારતીય ફૂટબોલ ટીમે એશિયન ગેમ્સમાં બાંગ્લાદેશને 1-0થી હરાવ્યું છે. સુનીલ છેત્રીની કેપ્ટનશીપ હેઠળ આ ભારતીય ટીમની પ્રથમ જીત છે. આ અગાઉ ચીન સામેની મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ બાંગ્લાદેશ સામે ભારતીય ટીમે શાનદાર વાપસી કરી હતી. સુનીલ છેત્રીએ છેલ્લી ઘડીએ ગોલ કર્યો હતો.

ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ આ મેચનો એકમાત્ર ગોલ 85મી મિનિટે કર્યો હતો. બંને ટીમોના ખેલાડીઓ શરૂઆતથી જ ગોલ કરવાનો ભરસક પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ કોઈને પણ સફળતા મળી ન હતી. ભારત-બાંગ્લાદેશના ખેલાડી મેચના પ્રથમ હાફ સુધી કોઈ ગોલ કરી શક્યા ન હતા. જો કે ભારતીય ટીમે બીજા હાફમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

બંને ટીમોના ખેલાડીઓએ ગોલ કરવાના ઘણાં મોકા મળ્યા હતા પરંતુ તેનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા હતા. આ મેચમાં શરૂઆતની 20 મિનિટમાં બાંગ્લાદેશના ખેલાડીઓનું વર્ચસ્વ જોવા મળ્યું હતું, પરંતુ તે પછી ભારતીય ખેલાડીઓએ વાપસી કરી હતી. બાંગ્લાદેશને મ્યાનમાર અને ભારતને ચીન સામે પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જેથી બંને ટીમો માટે આ મેચ ખુબ મહત્વપૂર્ણ હતું. એક સમયે એવું લાગી રહ્યું હતું કે મેચ બરાબરી તરફ આગળ વધી રહી છે. પરંતુ સુનીલ છેત્રીએ 85મી મિનિટે ગોલ કરી ભારતીય ટીમને જીત અપાવી હતી. તેણે આ ગોલ પેનલ્ટી કોર્નર પર કર્યો હતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *