જૂના એનડીપીએસ કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ ખૈરાની ધરપકડ

Spread the love

પંજાબ પોલીસે મહિલા પોલીસ સાથે મળીને ચંદીગઢમાં સુખપાલ સિંહ ખૈરાના ઘરે દરોડો પાડીને તેની ધરપકડ કરી

ચંદિગઢ

પંજાબ પોલીસે મોટી કાર્યવાહી કરતા પંજાબ કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ ખૈરાની ધરપકડ કરી છે, સુખપાલ ખૈરાની જૂના એનડીપીએસ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ ખૈરાને ટૂંક સમયમાં જ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

પંજાબમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પંજાબ પોલીસે કોંગ્રેસના નેતા અને ભોલાથ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય સુખપાલ સિંહ ખૈરાની ધરપકડ કરી છે. આજે સવારે પંજાબ પોલીસે મહિલા પોલીસ સાથે મળીને ચંદીગઢમાં સુખપાલ સિંહ ખૈરાના ઘરે દરોડો પાડીને તેની ધરપકડ કરવામાં આવી હતી. સુત્રોમાંથી મળતા સમાચાર અનુસાર જલાલાબાદ પોલીસે ખૈરાની એક જૂના એનડીપીએસ કેસમાં ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે સુખપાલ ખૈરા કોંગ્રેસના કિસાન સેલના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *