પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ભૂકંપને લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે ડઝનેક લોકો ઘવાયા
કાબુલ
અફઘાનિસ્તાનમાં આજે ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપતાં જણાવ્યું કે અડધા કલાકના ગાળામાં જ દેશમાં પાંચ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કલે પર તીવ્રતા પણ 6.3 નોંધાઈ હતી. ભૂંકપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના પશ્ચિમ ક્ષેત્રમાં હોવાનું મનાઈ રહ્યું છે.
ભૂકંપ બાદ અધિકારીઓએ કહ્યું કે પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ભૂકંપને લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે ડઝનેક લોકો ઘવાયા હતા. અહેવાલ અનુસાર ભૂકંપને લીધે અનેક જગ્યાએ ભુસ્ખલન થયું હતું અને અનેક ઈમારતો ધસી પડી હતી. એવામાં મૃતકોની સંખ્યા વધી શકે છે. ભૂકંપના ડરને લીધે લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા જેના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
અહેવાલ અનુસાર 6.3 ની તીવ્રતાવાળા ભૂકંપ બાદ ક્રમશ: 5.5, 4.7, 6.3, 5.9 અને 4.6 ની તીવ્રતાવાળા ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેના લીધે લોકો ફફડી ઊઠ્યા હતા અને નાસભાગ મચી ગઈ હતી. એક સ્થાનિકે કહ્યું કે નેટવર્ક કનેક્શન ઠપ થઇ ગયા છે. મૃતકાંક વધી શકે છે કેમ કે ગ્રામીણ અને પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટના બની છે. ભૂકંપને લીધે સેંકડો લોકોના મોતના અહેવાલ આવી શકે છે.