હમાસ બિનશરતી રીતે ઈઝરાયલી બંધકોને મુક્ત કરે, ઈઝરાયલ ગાઝામાં તાત્કાલિક ધોરણે અને અડચણ વિના માનવ સહાય પહોંચવા દે

પેરિસ
ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ ગાઝાના નાગરિકોને ભારે પડી રહ્યું છે. ઈઝરાયલ દ્વારા સતત હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે. ઈઝરાયલના સૈન્યએ જમીની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે ત્યારે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગ્યુટરેસ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ) ના પ્રમુખ ટેડ્રોસ એદનોમ ગેબ્રેસિયસે ઈઝરાયલ અને હમાસ બંનેને ખાસ અપીલ કરી હતી.
સંયુક્ત રાષ્ટ્ર (યુએન) ના મહાસચિવ એન્ટોનિયો ગ્યુટરેસે બે ખાસ અપીલ કરી હતી. પ્રથમ એ કે હમાસ બિનશરતી રીતે ઈઝરાયલી બંધકોને મુક્ત કરે. જ્યારે તેમણે બીજી અપીલ ઈઝરાયલને કરી કે ગાઝામાં તાત્કાલિક ધોરણે અને કોઈપણ પ્રકારની અડચણ વિના માનવ સહાય પહોંચવા દે. તેમણે કહ્યું કે મધ્યપૂર્વમાં સ્થિતિ બગડી ગઈ છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ હોવાને લીધે મારી ફરજ છે કે હું મજબૂત માનવીય અપીલ કરું. તેમણે કહ્યું કે મારી અપીલને સોદાબાજીનું સાધન ન બનાવશો.
બીજી બાજુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે પણ હમાસને તમામ નાગરિક કેદીઓને મુક્ત કરવા આગ્રહ કર્યોહ તો. તેમણે ચેતવણીભર્યા શબ્દોમાં કહ્યું કે ઈઝરાયલઅ ને ઈસ્લામિક સમૂહ વચ્ચે યુદ્ધ ફક્ત વિનાશ અને આતંક લાવશે. ડબ્લ્યૂએચઓના પ્રમુખે કહ્યું કે તે ઈઝરાયલી હુમલાથી ગંભીર રીતે ચિંતિત છે. જેમાં નિર્દોષ પેલેસ્ટિની નાગરિકો અને બાળકો ભોગવી રહ્યા છે.
