હેમા માલિનીના જન્મદિનની ઊજવણીમાં ધર્મેન્દ્ર સૂટ-બૂટ પહેરીને હાજર રહ્યા

Spread the love

હેમા માલિનીના જન્મદિવસની ઉજવણીમાં તેની પુત્રીઓ એશા દેઓલ અને આહાના દેઓલ પણ સાથે જોવા મળી


નવી મુંબઈ
બોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિની ગઈ કાલે 75 વર્ષની થઈ. તેના ખાસ દિવસે, પીઢ અભિનેત્રીએ મુંબઈમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. ડ્રીમ ગર્લ હેમા માલિનીએ તેનો 75મો જન્મદિવસ તેના પતિ ધર્મેન્દ્ર અને પુત્રીઓ ઈશા અને આહાના સાથે ઉજવ્યો. અભિનેત્રીના જન્મદિવસની ઉજવણીની અંદરની તસવીરો હવે સામે આવી રહી છે.
આ દરમિયાન પતિ ધર્મેન્દ્ર બ્લેક સૂટ અને બૂટમાં જોવા મળ્યા અને હેમા માલિની ગુલાબી રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ દરમિયાન હેમા અને ધર્મેન્દ્રની ઘણી તસવીરો એકસાથે ક્લિક થઈ છે. આ તસવીરમાં કપલની બોન્ડિંગ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે.
હેમા માલિનીના જન્મદિવસની ઉજવણીમાં તેની પુત્રીઓ એશા દેઓલ અને આહાના દેઓલ પણ સાથે જોવા મળી હતી. આહાના તેના પતિ સાથે માતા હેમાના જન્મદિવસ પર આવી હતી.
આ દરમિયાન હેમાએ તેની બે દીકરીઓ અને જમાઈ સાથે મોતી અને ફૂલોથી સજાવેલી ટુ-ટાયર કેક કાપી હતી. પાર્ટી દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં ડ્રીમ ગર્લ રેખા સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. વીડિયોમાં બંને દિગ્ગજ અભિનેત્રીઓ સ્ટેજ પર જૂના હિન્દી ગીત ‘ક્યા ખૂબ લગતી હો’ પર ડાન્સ કરી રહી હતી.
બર્થ ડે પાર્ટીમાં શિલ્પા શેટ્ટી, વિદ્યા બાલન, રાજકુમાર રાવ,જયા બચ્ચન, જેકી શ્રોફ, જીતેન્દ્ર, રાકેશ રોશન, અનુપમ ખેર, માધુરી દીક્ષિત,રાની મુખર્જીએ પણ હેમાના જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપી હતી. અભિનેત્રીની આ ખાસ દિવસની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *