અમેરિકાએ આતંકી સંગઠનોને સુરક્ષા અને આશ્રય આપતાં દેશોની ટીકા કરી

Spread the love

એન્ટોની બ્લિંકને  મુંબઈમાં લશ્કર-એ-તોયબા અને ઈઝરાયલમાં હમાસ દ્વારા આતંકી હુમલાઓ વચ્ચે સમાનતા બતાવતાં તેને ગેરકાયદે ગણાવ્યાં

વોશિંગ્ટન

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ વિકરાળ સ્વરૂપ ધારણ કરતું જઈ રહ્યું છે ત્યારે અમેરિકા આ યુદ્ધમાં મોટાપાયે સક્રિય દેખાઈ રહ્યું છે. અમેરિકાએ આતંકી સંગઠનોને સુરક્ષા અને આશ્રય આપતાં દેશોની આકરી ટીકા કરી હતી. 

અમેરિકી વિદેશમંત્રી એન્ટોની બ્લિંકને  મુંબઈમાં પાકિસ્તાનના લશ્કર-એ-તોયબા દ્વારા અને ઈઝરાયલમાં હમાસ દ્વારા કરાયેલા આતંકી હુમલાઓ વચ્ચે સમાનતા બતાવતાં તેને ગેરકાયદે ગણાવ્યાં છે. તેમણે કહ્યું કે તમામ આતંકી કૃત્યો ગેરકાયદે અને અયોગ્ય છે. 

અમેરિકી વિદેશમંત્રી એન્ટોની બ્લિંકને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિદમાં કહ્યું કે આપણે એવા દેશોની આકરા શબ્દોમાં ટીકા કરવી જોઈએ જે આતંકી સમૂહોને હથિયારો આપે છે, તેમને ફન્ડિંગ કરે છે અને ટ્રેનિંગ આપવા જેવા કૃત્યો કરે છે. આપણે કોઈપણ દેશને તેની રક્ષા કરવા અને આવી ભયાવહતાનું પુનરાવર્તન થતું રોકવાના તેના અધિકારોને સમર્થન આપવું જોઈએ. આ ગૃહના દરેક સભ્યો તેના દેશના નાગરિકોની હત્યાને સહન નહીં કરી શકે. તમામ આતંકી પ્રવૃત્તિઓ ગેરકાયદે અને અયોગ્ય હોય છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *