નવાઝ શરીફ જ્યાંથી ચૂંટણી લડે ત્યંતી લડવા ઈમરાનનો પડકાર

Spread the love

સિક્રેટ દસ્તાવેજો લીક કરવાના મામલામાં જેલમાં બંધ ઈમરાનખાને સોશિયલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ કરીને નવાઝ શરીફને ચેલેન્જ આપી


ઈસ્લામાબાદ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની ઘર વાપસી થઈ ચુકી છે અને તેમણે ચૂંટણીમાં ઝુકાવવા માટે તૈયારી શરુ કરી દીધી છે.
તેમને હવે પાકિસ્તાનના અન્ય એક પૂર્વ પીએમ અને તહેરિક એ ઈન્સાફ પાર્ટીના ચેરમેન ઈમરાન ખાને પડકાર ફેંકીને કહ્યુ છે કે, નવાઝ શરીફ આગામી ચૂંટણીમાં ઈચ્છે એ બેઠક પરથી લડી શકે છે અને એ જ બેઠક પરથી હું તેમની સામે ચૂંટણી લડીશ.
હાલમાં સિક્રેટ દસ્તાવેજો લીક કરવાના મામલામાં જેલમાં બંધ ઈમરાનખાને સોશિયલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ કરીને નવાઝ શરીફને ચેલેન્જ આપી છે. આ વિડિયો તેમણે પોતાની ધરપકડ પહેલા બનાવ્યો હતો.
જેમાં ઈમરાન ખાન કહેતા સંભળાય છે કે, મને એ વાતથી કોઈ ફરક નથી પડતો કે નવાઝ શરીફ કયા મત વિસ્તારમાંથી ચૂંટણી લડશે. હું તેમની સામે ચૂંટણી લડવા માટે તૈયાર છું. હું ચૂંટણી દરમિયાન પ્રચાર સુધ્ધા નહીં કરુ અને આમ છતા ચૂંટણી જીતીશ. આ ચૂંટણીથી તેમને અહેસાસ થઈ જશે કે દેશ બલાઈ ચુકયો છે. આર્મીના દમ પર ચૂંટણી જીતવાના દિવસો ગયા.
પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ પાર્ટીના અધ્યક્ષ નવાઝ શરીફ ચાર વર્ષ બાદ 21 ઓક્ટોબરે પાકિસ્તાન પાછા ફર્યા છે. જેના પર ઈમરાનખાને કહ્યુ છે કે, નવાઝ શરીફ રાહ જોઈ રહ્યા હતા કે મને જેલમાં મોકલવામાં આવે અને મારી પાર્ટીને ખતમ કરવામાં આવે. નવાઝ શરીફ સામે ભ્રષ્ટાચારના જેટલા પણ કેસ હતા તે ક્લોઝ કરી દેવાયા છે.
પાકિસ્તાનમાં જાન્યુઆરી 2024માં ચૂંટણી યોજવાની જાહેરાત પાકિસ્તાનનુ ઈલેક્શન કમિશન કરી ચુકયુ છે. જોકે તારીખોનુ એલાન હજી કરવામાં આવ્યુ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *