આઈટીએફ મહિલા ટેનિસમાં ક્રમાંકિક ખેલાડીઓનાં વિજય, ગુજરાતની વાઈલ્ડ કાર્ડ પ્રવેશ મેળવનારી ખેલાડીઓ લડત બાદ હારી
અમદાવાદ આઈટીએફ વર્લ્ડ ટૂર ડબલ્યુ50 ટેનિસ ટૂર્નામેન્ટના ક્વોલિફાઈંગ રાઉન્ડની અમદાવાદમાં શરૂઆત થઈ તી. સીડેડ (ક્રમાંકિત) ખેલાડીઓએ ક્વોલિફાઈંગ પ્રથમ મુકાબલામાં વિજય હાંસલ કર્યો હતો. ટોચની ક્રમાંકિત જાપાનની ઓઝેકીએ ભારતની સેજલ ભૂતડાને 6-0, 6-2થી, દ્વીતીય ક્રમાંકિત રશિયાની મારિયા કાલ્યાકિનાએ ભારતની માહિ ત્રિવેદીને 6-0, 6-0થી, તૉતીય ક્રમાંકિત આકાંક્ષા નિતુરે ભારતની જ યશશ્વીની પંવરને 6-2, 6-4થી અને જાપાનની મોરીસાકીએ…
