અમદાવાદ
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સિનિયર, અંડર 13, અંડર 15, અંડર 17 બોયસ યૂથ લીગ ક્લબ ચેમ્પિયન શીપ 2026માં સિનિયર ક્લબ ચેમ્પિયનશીપમાં ઇન્કમ ટેક્સની ટીમે ગોધરા એફસીને 1-0 થી મહાત આપી, એઆરએ એફસી અને કર્ણાવતી એફસી ની મેચ 1-1 થી ડ્રૉ થઈ હતી. આરબીઆઇ એફસીની ટીમે માસ્ટર એફસીને 3-0 થી, સીવીએમ એફસીએ ગુજરાત પોલીસને 2-1થી, દ્વિવેદી બ્રધ્ર્સે સૂર્યવંશી એફસી ને 3-0 થી મહાત આપી હતી.

અંડર 13 બોયસ યૂથ લીગમાં સીવીએમ એફસી અને બીએસપીએફએ સુરત 2-2થી ડ્રૉ, નવરચના એસએ એ ઓએમએમ એફસીને 8-0 થી, ઓજ એફસી એ એસજીવીપી એફસી ને 8-0 થી, બ્લૂ ટાઈગર એફસી એ કિંગ સ્ટાર એસએ ને 8-0 થી મહાત આપી હતી. માસ્ટર એફસી અને ગાંધીનગર એફસી ની મેચ 2-2 થી ડ્રૉ રહી હતી.
અંડર 15 બોયસ યૂથ લીગમાં ફ્લોરી એસએ અને સૂર્યવંશી એફસી ની મેચ 2-2 થી ડ્રૉ થઈ હતી. એસજીવીપી એફસી એ ગાંધીનગર એફસી ને 6-1 થી, માસ્ટર એફસી એ કિંગ સ્ટાર ને 18-2 થી, સીવીએમ એફસી એ શાહીબાગ એફસી ને 6-0 થી, એસએજી એફએ એ કર્ણાવતી એફસી ને 13-0 થી, એઆરએ એફસી એ બ્લૂ ટાઈગર એફસી ને 4-0 થી, બરોડા એફએ એ રેજર એફએ ને 5-0 થી, બીએસપીએફએ સુરતે કીક જેક એફસી ને 3-0 થી, કહાની એફસી એ સિગનસ એસએ ને 2-0 થી મહાત આપી હતી.
અંડર 17 ના બોયસ યૂથ લીગમાં સેવી સ્વરાજ એફસી એ કહાની એફસી ને 3-2 થી, સિગનસ એસએ એ રેન્જર એફએ ને 4-1 થી, એઆરએ એફસી એ બરોડા એફએ ને 4-1 થી, એસએજી એફએ એ કિંગ સ્ટાર એસએ ને 8-0 થી અને ઝેવિયર યુનાઇટેડ એફસી એ સીવીએમ એફસી ને 3-0 થી મહાત આપી હતી.
આજ રોજ કુલ જુદી જુદી કેટેગરી જુદા જુદા શહેરો માં કુલ 28 મેચો રામાડવા મા આવી હતી.
