અન્ડર-19 (વન-ડે) સ્કૂલ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલ ક્વાર્ટર ફાઈનલમાં

Spread the love

યક્ષ પટેલ – આરવ કોઠારી – સ્મિત દેસાઈ – પરમ પટેલ

        14 નવેમ્બરે પાઈનીયોર ક્રિકેટ ગ્રાઉન્ડ-એ, અમદાવાદ ખાતે યોજાયેલી એ.ડી.સી. બેંક અન્ડર-19 (વન-ડે) સ્કૂલ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલે ટોસ જીતીને  પહેલા બેટીંગ કરતા 46 ઓવરમાં 10 વિકેટે 192 રન કર્યા હતાં. જેમાં પરમ પટેલે 95 બોલમાં 78 રન અને આરવ કોઠારીએ 82 બોલમાં 51 રન કર્યા હતાં.

સેંટ ઝેવિયર્સ લોયલા સ્કૂલે 23.2 ઓવરમાં 10 વિકેટે 68 રન કર્યા હતાં. જેમાં યક્ષ પટેલે 5.2 ઓવરમાં 15 રન આપીને 5 વિકેટ અને સ્મિત દેસાઈએ 6 ઓવરમાં 11 રન આપીને 3 વિકેટ લીધી હતીં. આ મેચમાં હીરામણિ સ્કૂલે  સેંટ ઝેવિયર્સ લોયલા સ્કૂલને 124 રનથી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *