દાઉદ સાથેના કનેક્શન વાળા મોટા ડ્રગ નેટવર્કનો પર્દાફાશ: બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ અને રેપર્સના નામ

Spread the love

મુંબઈ

મુંબઈ પોલીસે દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ સામે મોટી કાર્યવાહી કરી છે. દાઉદના નજીકના સાથી મોહમ્મદ સલમાન સફી શેખે પૂછપરછ દરમિયાન બોલિવૂડ અને કેટલાક રાજકારણી સંબંધિત ડ્રગ નેટવર્કને લગતા ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

બોલિવૂડ સ્ટાર્સના નામ સામેલ

પોલીસ રિમાન્ડ કૉપીને આધારે માહિતી સામે આવી છે કે આ નેટવર્ક સાથે અભિનેત્રી શ્રદ્ધા કપૂર, તેમના ભાઈ સિદ્દાંત કપૂર, ડાન્સર-અભિનેત્રી નોરા ફતેહી, ફિલ્મમેકર અબ્બાસ-મસ્તાન અને રેપર લોકા સહિત અનેક મોટી હસ્તીઓનાં નામ જોડાયેલા છે. ઉપરાંત કેટલાક રાજકીય પરિવારોના સંતાનોનાં નામ પણ સામે આવ્યા છે.

મેફેડ્રોનના 252 કરોડના રેકેટ સાથે કનેક્શન

આ કેસ 252 કરોડના મેફેડ્રોન તસ્કરી રેકેટ સાથે જોડાયેલો છે. મુખ્ય આરોપી મોહમ્મદ સલીમ મોહમ્મદ સુહૈલ શેખની તાજેતરમાં દુબઇથી ડિપોર્ટ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની શરૂઆત ફેબ્રુઆરી 2024માં થયેલી નાનકડી રેડથી થઈ હતી અને અત્યાર સુધી 15 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.

આરોપીના મોટાં ખુલાસા

31 વર્ષીય શેખે જણાવ્યું છે કે તે અંડરવર્લ્ડના સલીમ ડોલા અને દાઉદ સિન્ડિકેટ સાથે જોડાયેલ છે. તેણે જણાવ્યું કે ભારત-વિદેશમાં થતી હાઈ-પ્રોફાઇલ ડ્રગ પાર્ટીઝમાં બોલિવૂડ તથા પ્રભાવશાળી લોકો હાજરી આપતા હતા. આ ઇવેન્ટ્સ નશીલા પદાર્થોના પૈસાથી ચલાવાતાં અને ડ્રગ ડિસ્ટ્રીબ્યુશન માટે નેટવર્કિંગ સેન્ટર તરીકે કાર્ય કરતા.

તમામ હાઈ-પ્રોફાઇલ લોકોને જલદી બોલાવવામાં આવશે ક્રાઈમ બ્રાંચે કહ્યું છે કે ટૂંક સમયમાં આ કેસે જોડાયેલા બધા હાઈ-પ્રોફાઇલ લોકોની વિગતવાર પૂછપરછ કરવામાં આવશે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ પાર્ટીઓ મુંબઈ-ગોવા ઉપરાંત દુબઈ અને થાઇલેન્ડ સુધી યોજાતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *