9મી અદાણી અમદાવાદ મેરેથોનમાં અશ્વિની જાધવ અને નિખિલ સિંહ વિજેતા
અમદાવાદના રિવરફ્રન્ટ પર ૨૪,૦૦૦ થી વધુ દોડવીરોએ ચાર રેસ કેટેગરીમાં ભાગ લીધો · અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે યોજાયેલી #Run4OurSoldiers નો ઉદ્દેશ્ય ધરાવતી 9મી અદાણી અમદાવાદ મેરેથોનની ફૂલ મેરેથોનમાં મહિલાઓમાં અશ્વિની જાધવ અને પુરૂષોમાં નિખિલ સિંહ વિજેતા બન્યા હતા સ્પર્ધામાં 24,000થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. મેરથોનમાં સેના અને પોલીસના 4,000થી વધુ જવાનો અને અધિકારીઓએ ભાગ લીધો હતો. દોડવીરોએ ગાંધી આશ્રમ, અટલ બ્રિજ…
