નારીશક્તિની રક્ષા: ગુજરાતમાં 7.30 લાખથી વધુ કિશોરીઓને HPV રસી, દેશમાં પ્રથમ

માત્ર ત્રણ મહિનામાં 14 વર્ષની 100 ટકા પાત્ર કિશોરીઓનું રસીકરણ; કેન્દ્ર સરકારે કામગીરીને બિરદાવી વધુ 2.72 લાખ ડોઝ ફાળવ્યા અમદાવાદ: દીકરીઓના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવા ગુજરાત સરકારે હાથ ધરેલા HPV રસીકરણ અભિયાનમાં રાજ્યએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપવા માટે શરૂ કરાયેલા રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાન હેઠળ ગુજરાતે અત્યાર સુધીમાં 14…

જી-1 ટી20માં ગુજરાતને હરાવી વડોદરા, અંડર-19 મહિલા ફાઈનલમાં ગુજરાત વડોદરાને હરાવીને ચેમ્પિયન

રિલાયન્સ જી-1 ટી-20માં ગુજરાતે વડોદરાને 34 રને હરાવ્યું; અંડર-19 મહિલા ફાઇનલમાં ગુજરાતે 3 વિકેટે મેળવી રોમાંચક જીત અમદાવાદ/સુરેન્દ્રનગર: રિલાયન્સ જી-1 ટી-20 ટુર્નામેન્ટની સિનિયર પુરુષોની ફાઇનલમાં ગુજરાતને હરાવી વડોદરાએ 34 રને ટાઇટલ પોતાના નામે કર્યું, જ્યારે અંડર-19 મહિલા રિલાયન્સ જી-1 ટી-20ની ફાઇનલમાં ગુજરાતે વડોદરાને 3 વિકેટે હરાવી ચેમ્પિયન બન્યું. એક જ દિવસે રમાયેલી બંને ફાઇનલમાં બેટિંગ…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 29-09-2026, 225થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

‘Buy Buy’થી ‘Bye Bye’ સુધી પહોંચ્યો નિફ્ટી! 15 વર્ષના સૌથી ખરાબ રેકોર્ડ તરફ, જાણો ઘટાડાના 3 મોટા કારણો સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો…

‘નઈ રોશની’ પહેલથી મહિલાઓમાં નેતૃત્વ અને કૌશલ્ય વિકાસને વેગ

20 ગુજરાત બટાલિયન NCC દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં છ સંસ્થાઓના આશરે 400 કેડેટ્સે લીધો ભાગ; કાયદાકીય જાગૃતિથી લઈને નાણાકીય સાક્ષરતા અને ડિજિટલ ટૂલ્સ અંગે તાલીમ અપાઈ અમદાવાદ: 20 ગુજરાત બટાલિયન NCC દ્વારા મહિલાઓને સશક્ત બનાવવા માટે ‘નઈ રોશની’ પહેલનું સફળતાપૂર્વક અમલીકરણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ લઘુમતી સમુદાયની મહિલાઓમાં નેતૃત્વ ક્ષમતા, જાગૃતિ, કૌશલ્ય અને…

સેવા પછી સુરક્ષા ક્ષેત્રે નવી ભૂમિકા: લખનૌ–આગ્રા એક્સપ્રેસવેની સુરક્ષામાં ભૂતપૂર્વ સૈનિકોની મહત્વપૂર્ણ ભાગીદારી

ડીજીઆર પહેલ દ્વારા ભૂતપૂર્વ સૈનિકોને રોજગારની તકો; શિસ્ત, અનુભવ અને પ્રતિબદ્ધતાનો રાષ્ટ્રીય માળખાકીય સુરક્ષામાં ઉપયોગ લખનૌ/આગ્રા: લખનૌ–આગ્રા એક્સપ્રેસવે ઉત્તર પ્રદેશના મહત્વપૂર્ણ અને વિશાળ માર્ગ નેટવર્ક પૈકીનું એક છે. આટલા લાંબા માર્ગ પર સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવી પડકારજનક કામગીરી છે. આવા મહત્વપૂર્ણ માળખાકીય નેટવર્કની સુરક્ષામાં ભૂતપૂર્વ સૈનિકોની કુશળતા અને અનુભવનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે….

મિલિટ ખાતે એર માર્શલ પી.વી. શિવાનંદનું વ્યાખ્યાન, ‘સાઉથ વેસ્ટર્ન થિયેટર’માં એરોસ્પેસ પાવર પર ભાર

‘ઓપરેશન સિંદૂર’ સહિતના સમકાલીન સંઘર્ષોના અનુભવોથી ભારતીય હવાઈ વ્યૂહરચના અને સંયુક્ત ઓપરેશન્સ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન નવી દિલ્હી: સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (AOC-in-C) એર માર્શલ પી.વી. શિવાનંદે મિલિટ (MILIT) ખાતે ડીએસટીએસસી-09 સહિત વિવિધ ચાલી રહેલા અભ્યાસક્રમોના સ્ટુડન્ટ ઓફિસર્સ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે “Aerospace Power in South Western Theatre” વિષય પર…

અમદાવાદમાં આઇએએકૉન ૨૦૨૬ : એઆઈ-રોબોટિક્સથી સાંધા બદલવાની સર્જરીમાં નવી દિશા

૧,૦૦૦થી વધુ પ્રતિનિધિઓ અને દેશ-વિદેશના ૧૮૦ નિષ્ણાતોની હાજરી • IAAના ઇતિહાસમાં પ્રથમ વખત મોટા પાયે કેડેવરિક વર્કશોપ • ૨૫ વૈજ્ઞાનિક સત્રોમાં અત્યાધુનિક સર્જિકલ પદ્ધતિઓ પર ચર્ચા અમદાવાદ સાંધા બદલવાની સર્જરી એટલે કે આર્થ્રોપ્લાસ્ટીના ક્ષેત્રમાં એઆઈ, રોબોટિક્સ, કાઇનેમેટિક્સ અને આધુનિક સર્જિકલ નેવિગેશન જેવી ટેકનોલોજીના વધતા ઉપયોગ વચ્ચે ઇન્ડિયન આર્થ્રોપ્લાસ્ટી એસોસિએશનની ૨૨મી વાર્ષિક કોન્ફરન્સ **‘આઇએએકૉન ૨૦૨૬’**નું આયોજન…

મેલેરિયા-ડેન્ગ્યુ કાબૂમાં, મચ્છરોના પ્રજનન સ્થાનોનો નાશ કરવા મહાનગરપાલિકાઓને કડક સૂચના

2026માં મેલેરિયાના કેસોમાં 22 ટકા અને ડેન્ગ્યુના કેસોમાં 39.6 ટકાનો ઘટાડો; 1.35 લાખથી વધુ સીરમ સેમ્પલની તપાસમાં 2,099 કેસ પોઝિટિવ ગાંધીનગર રાજ્યમાં વાહકજન્ય રોગોના અટકાયતી પગલાં વધુ સઘન બનાવવાના ભાગરૂપે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના તમામ જિલ્લા તેમજ મહાનગરપાલિકા વિસ્તારોમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની સ્થિતિની વિગતવાર સમીક્ષા કરવામાં…

ભારત-ફિજી વચ્ચે સંરક્ષણ સહકારને વધુ મજબૂત બનાવવા ચર્ચા

નવી દિલ્હીમાં દ્વિપક્ષીય સંયુક્ત કાર્યકારી જૂથની બેઠક યોજાઈ, બંને દેશોએ ચાલી રહેલા સંરક્ષણ સહકારની સમીક્ષા કરી નવી દિલ્હી ભારત અને ફિજી વચ્ચેના દ્વિપક્ષીય સંરક્ષણ સહકારને વધુ મજબૂત બનાવવા માટે બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા યોજાઈ હતી. નવી દિલ્હીમાં 28 સપ્ટેમ્બર, 2026ના રોજ ભારત-ફિજી દ્વિપક્ષીય સંયુક્ત કાર્યકારી જૂથ (JWG)ની બેઠક મળી હતી. બેઠકની સહ-અધ્યક્ષતા ભારત…

‘Buy Buy’થી ‘Bye Bye’ સુધી પહોંચ્યો નિફ્ટી! 15 વર્ષના સૌથી ખરાબ રેકોર્ડ તરફ, જાણો ઘટાડાના 3 મોટા કારણો

2026માં અત્યાર સુધી નિફ્ટી 13%થી વધુ તૂટ્યો; મોંઘું ક્રૂડ, અમેરિકન બોન્ડ યીલ્ડ અને મજબૂત ડોલરથી બજાર પર દબાણ — વિદેશી રોકાણકારોની સતત વેચવાલી પણ ચિંતાનો વિષય નવી દિલ્હી ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. બજારનો મુખ્ય સૂચકાંક નિફ્ટી 50 વર્ષ 2026માં અત્યાર સુધીમાં 13 ટકાથી વધુ ઘટી ગયો છે. જો…

પીતૃપક્ષમાં તર્પણ ન કરી શકો તો પાણી સાથે જોડાયેલા આ ૫ ઉપાયો અજમાવો, પિતૃઓની કૃપા પ્રાપ્ત થશે

અમદાવાદ પીતૃપક્ષ દરમિયાન પિતૃઓના નામે તર્પણ કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. માન્યતા છે કે આ સમયગાળા દરમિયાન પિતૃઓના નામે તર્પણ કરવાથી તેમને શાંતિ મળે છે. જો તમે પણ આ દિવસોમાં પિતૃઓ માટે તર્પણ નથી કરી શકતા, તો પાણી સાથે જોડાયેલા આ ૫ સરળ ઉપાયો જરૂરથી અજમાવો. પીતૃપક્ષમાં પાણી સંબંધિત ૫ વિશેષ ઉપાયો ૧. સૂર્યોદય…

ભારતીય પ્રતિનિધિમંડળની ઇસ્લામાબાદ મુલાકાત: સંબંધોમાં સુધારો કે માત્ર નિયમિત પ્રક્રિયા?

ઈસ્લામાબાદ પાકિસ્તાનની અધ્યક્ષતામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO CHS 2026-27) અંતર્ગત સોમવારે ઇસ્લામાબાદમાં નેશનલ કોઓર્ડિનેટર્સની કાઉન્સિલની પ્રથમ બેઠક શરૂ થઈ છે. 28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ ત્રણ દિવસીય બેઠકમાં ભારતનું પ્રતિનિધિમંડળ પણ ભાગ લઈ રહ્યું છે. ‘ઓપરેશન સિંદૂર’ પછી પ્રથમ વખત કોઈ ભારતીય પ્રતિનિધિમંડળ પાકિસ્તાન પહોંચ્યું છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ…

જેકી ચેનની મોતની અફવા: એક્ટર એકદમ સ્વસ્થ, સોશિયલ મીડિયા પર ફેલાઈ ખોટી ખબર

વોશિંગ્ટન સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક્શન સ્ટાર અને માર્શલ આર્ટિસ્ટ જેકી ચેનના નિધનને લઈને એક ચોંકાવનારી અફવા વાયરલ થઈ હતી. કેટલાક યુઝર્સે એક્ટરની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરીને તેની પર ‘1954-2026’ લખી દીધું હતું, જેના કારણે તેમના ચાહકોમાં ચિંતા અને ભ્રમની સ્થિતિ સર્જાઈ હતી. જો કે, આ તમામ દાવાઓ સંપૂર્ણપણે ખોટા છે અને 72…

અદ્ભુત! નીરુ ધાંડાએ ટ્રેપ શૂટિંગમાં જીત્યો ગોલ્ડ મેડલ, એશિયન ગેમ્સના 75 વર્ષમાં પહેલી વાર ઈતિહાસ રચાયો

નવી દિલ્હી/નાગોયા: એશિયન ગેમ્સ 2026માં ભારતીય શૂટર નીરુ ધાંડાએ દેશનું નામ રોશન કરી દીધું છે. મહિલાઓની વ્યક્તિગત ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને તેમણે એશિયન ગેમ્સના 75 વર્ષના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. મહિલા ટ્રેપ વ્યક્તિગત વર્ગમાં ભારત માટે આ પહેલો ઐતિહાસિક સોનાનો ચંદ્રક છે. ભારતીય બેટી નીરુ ધાંડાએ નાગોયા (જાપાન) ખાતે રમાઈ રહેલી…

એશિયન ગેમ્સ 2026માં અન્સી સોજને લાંબી કૂદમાં સિલ્વર મેડલ જીત્યો

ભારતીય નૌકાદળની ચીફ પેટી ઓફિસર અન્સી સોજને 6.53 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે નોંધાવી સિદ્ધિ નવી દિલ્હી એશિયન ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શન વચ્ચે ભારતીય નૌકાદળની ચીફ પેટી ઓફિસર અન્સી સોજને મહિલા લાંબી કૂદ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. અન્સી સોજને પોતાની શ્રેષ્ઠ કૂદમાં 6.53 મીટરનું અંતર કાપ્યું હતું. તેમના આ પ્રદર્શનથી…

વર્લ્ડસ્કિલ્સ શાંઘાઈ 2026માં ભારતનું શાનદાર પ્રદર્શન, 10મું સ્થાન મેળવ્યું

6 સિલ્વર મેડલ અને 20 ‘મેડલ ફોર એક્સલન્સ’ સાથે ભારતની વૈશ્વિક કૌશલ્ય ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ; ગુજરાતની વિધિ સુથારે ફેશન ટેક્નોલોજીમાં મેળવ્યું ‘મેડલ ફોર એક્સલન્સ’ અમદાવાદ/શાંઘાઈ ચીનના શાંઘાઈમાં યોજાયેલી 48મી વર્લ્ડસ્કિલ્સ કોમ્પિટિશન શાંઘાઈ 2026માં ભારતે 10મું સ્થાન હાંસલ કરી નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. ભારતે સ્પર્ધામાં કુલ 6 સિલ્વર મેડલ અને 20 ‘મેડલ ફોર એક્સલન્સ’ મેળવ્યા છે….

અદાણી અમદાવાદ મેરેથોનની 10મી આવૃત્તિને હર્ષ સંઘવીનું સમર્થન

29 નવેમ્બરે યોજાશે 10મી અદાણી અમદાવાદ મેરેથોન : ‘રન ફોર અવર સોલ્જર્સ’ અભિયાન દાયકાથી યથાવત્ અમદાવાદ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ 29 નવેમ્બરે યોજાનારી 10મી અદાણી અમદાવાદ મેરેથોનને સમર્થન આપ્યું છે. મેરેથોનની તૈયારીના ભાગરૂપે યોજાયેલી મુલાકાત દરમિયાન અદાણી સ્પોર્ટ્સલાઇનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય અડેસરાએ હર્ષ સંઘવીને મેરેથોનની અધિકૃત જર્સી અર્પણ કરી હતી….

બરોડાએ ગાંધીનગરને 3-0થી હરાવી સુપર લીગમાં વિજયી શરૂઆત કરી

અરિહંત રાજપુરોહિત અને તેજ પરીખના ગોલથી બરોડાની દમદાર જીત; આવતીકાલે બરોડા-જુનાગઢ વચ્ચે મુકાબલો ગાંધીનગર: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના ફાઇનલ સુપર લીગ તબક્કાની મેચો ગાંધીનગર ખાતે રમાઈ રહી છે. સુપર લીગના પ્રથમ મુકાબલામાં બરોડાની ટીમે આક્રમક અને શાનદાર રમતનું પ્રદર્શન કરતાં ગાંધીનગરની ટીમને 3-0થી હરાવી વિજયી શરૂઆત…

સરદાર પટેલની ૧૫૧મી જન્મજયંતીએ એકતાનગરમાં ભવ્ય રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

૩૧ ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડમાં નાગરિકો પણ બની શકશે સહભાગી; નિઃશુલ્ક ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે વેબસાઈટ લોન્ચ રાજપીપળા ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક તથા આધુનિક ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે એકતાનગર ખાતે તા. ૩૦ અને ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ‘રાષ્ટ્રીય એકતા દિવસ–૨૦૨૬’ની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૩૧ ઓક્ટોબરે…

ફિલઝાહ ફાતીમાએ વિમેન્સ ટાઇટલ જાળવ્યું, મૌબોની ચેટરજીએ બે જુનિયર ખિતાબ જીત્યા

આણંદમાં યોજાયેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં રોમાંચક ફાઇનલ્સ : રેહાંશ સિંઘવીએ સતત છઠ્ઠું ટાઇટલ જીત્યું આણંદઃ આણંદના ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 24થી 27 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલ્સમાં સુરતની ફિલઝાહ ફાતીમા કાદરીએ વિમેન્સ ટાઇટલ જાળવી રાખ્યું હતું. તેણે અમદાવાદની ચોથા ક્રમની મૌબોની ચેટરજીને 4-0થી હરાવીને સતત…