અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા રેડિયો પ્રોફેશનલ્સ માટે  પિકલબોલ સ્મેશ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું

·        24 ખેલાડીઓ શહેરનાં વિવિધ રેડિયો સ્ટેશન રેડિયો સિટી, ફિવર એફએમ, મિર્ચી અને માય એફએમનું પ્રતિનિધિત્ત્વ કરતા સ્પર્ધામાં સામેલ થયા હતા ·        મિર્ચીના આરજે હર્ષ અને તેના જોડીદાર આદિત્ય ભટ્ટ ટૂર્નામેન્ટમાં વિજેતા બન્યા હતા. તેમના સાથી પ્રણવ પુજારા  અને હેત શાહે બીજું સ્થાન મેળવ્યું  ·        આ ફ્રેન્ડલી ટૂર્નામેન્ટ અદાણી સ્પોર્ટ્સલાઈન એકેડમી, પાલડી ખાતે યોજાઈ હતી  અમદાવાદ અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા હાલમાં રેડિયો પ્રોફેશનલ્સ માટે સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક, પાલડી ખાતે શહેરનાં રેડિયો પ્રોફેશનલ્સ માટે પિકલબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. “અમદાવાદ રેડિયો પિકલબોલ સ્મેશ” નામની આ સ્પર્ધાએ શહેરના તમામ રેડિયો સ્ટેશન જેમકે- રેડિયો સિટી, ફિવર એફએમ,મિર્ચી અને માયએફએમ ને સ્પર્ધાત્મક ઉપરાંત મૈત્રીપૂર્ણ વાતાવરણમાં એકજૂટ કરવામાં સફળ રહી હતી. આ ટૂર્નામેન્ટ ડબલ્સ ફોર્મેટમાં રમાઈ હતી અને તેમાં 24 ખેલાડીઓએ પરિવારજનો સાથે ભાગ લીધો હતો. તમામ લોકો રમતની મજા માણે તે માટે ખેલાડીઓ અને તેમના પરિવારજનોને પિકલબોલની રમતના નિયમોની માહિતી આપતા સેશનનું આયોજન કરાયું હતું. આ ટૂર્નામેન્ટમાં 3 ગ્રૂપમાં યોજાઈ હતી, જે દરેકમાં 4 ટીમો સામેલ હતી. આરજે હર્ષ (મિર્ચી), આરજે હર્ષિલ અને આરજે સૌરભ (રેડિયો સિટી) તથા રેડિયો સિટીના વાઈસ પ્રેસિડન્ટ રાજીવ પટેલ તથા માયએફએમનાં આરજે તુષાર સહિતના જાણીતા સ્પર્ધકો એ તેમાં ભાગ લીધો હતો. મિર્ચી ટીમે સ્પર્ધામાં બાજી મારતા ટોચના 2 સ્થાન પર કબ્જો કર્યો હતો. આરજે હર્ષ અને તેના સાથી આદિત્ય ભટ્ટ વિજેતા બન્યા હતા, જ્યારે પ્રણવ પુજારા અને હેત શાહ બીજા ક્રમે રહ્યાં હતા. અદાણી સ્પોર્ટ્સલાઈનના ચીફ બિઝનેસ ઓફિસર  સંજય અદેસરાએ કહ્યું કે,”આ ઈવેન્ટ એ માત્ર પિકલબોલની વાત નથી. આ ઈવેન્ટ એ મીડિયા પ્રોફેશનલ્સ સાથે સંબંધો મજબૂત કરવા સ્વાસ્થ્ય માટે જાગૃકતા અને એકબીજા સાથે જોડાણ માટેનો ભાગ હતો. “

ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર 2024ના વિજેતાઓનું સન્માન, 2025નું કેલેન્ડર લોન્ચ

અમદાવાદ ગુલમહોર ગોલ્ફર ઑફ ધ યર (GGOY) 2024, શહેરની અગ્રણી ગોલ્ફિંગ ટુર્નામેન્ટ છે, જેના વિજેતાઓને ગુલમહોર ગ્રીન્સઃ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે ભવ્ય કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઇવેન્ટમાં વર્ષ 2025નું બિમાવાલે-ગો ગોલ્ફ કેલેન્ડર લોન્ચ કરવામાં આવ્યું હતું. સમગ્ર વર્ષ દરમિયાન માસિક આયોજિત 11 ટુર્નામેન્ટમાં સ્કોરના આધારે GGOY ના વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા હતા. દરેક કેટેગરીમાં વિજેતાને પ્રખ્યાત ક્લેરેટ જગની પ્રતિકૃતિ…

અંડર-16 ઈન્ટર સ્કૂલ ટુર્નામેન્ટમાં વિજયનગર સ્કૂલને હરાવી હીરામણિ સ્કૂલનો ફાઈનલમાં પ્રવેશ

અમદાવાદ અંડર-16 ઈન્ટર સ્કૂલ ટુર્નામેન્ટમાં વિજયનગર સ્કૂલને હરાવી હીરામણિ સ્કૂલનો ફાઈનલમાં પ્રવેશ થયો હતો. હીરામણિ સ્કૂલે ટોસ જીતીને પહેલા બેટીંગ લેતા 93.2 ઓવરમાં 10 વિકેટે 236 રન કર્યા હતાં. જેમાં આર્યન કંજવાનીએ 217 બોલમાં 68 રન અને કથન પટેલે 163 બોલમાં 66 રન કર્યા હતા.વિજયનગર સ્કૂલે 58.5 ઓવરમાં 10 વિકેટે 139 રન કર્યા હતાં. જેમાં…

ચોથી એશિયન પેરા ગેમ્સના મેડલ વિજેતા દર્પણ ઈન્ની અને હિમાશી રાઠીને ગુજરાત દ્વારા સરકારી નોકરીઓ આપવામાં આવી

અમદાવાદ ગુજરાત અને ભારતના ગૌરવપૂર્ણ 4 થી એશિયન પેરા ગેમ્સના વિજેતા દૃષ્ટિહીન ચેસ પ્લેયર્સ અને મેડલ વિજેતાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સરકારી નોકરીની ઓફર કરી હતી. ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી -2016 હેઠળ એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા (ચેસ) અને દૃષ્ટિથી ક્ષતિગ્રસ્ત દર્પણ ઇનાનીની રમતગમતમાં સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર ખાતે  સહાયક નિયામક વર્ગ -1 તરીકે…

સ્ટેટ અંડર-9, 13 ચેસ સિલેક્શન સ્પર્ધામાં અંશ અગ્રવાલ, રેના પટેલ અંડર-9, કિયાન પટેલ, અર્પિતા પાટણકર ટોચના ક્રમે

અમદાવાદ નેશનલ -2025 માટે ગુજરાત રાજ્ય અંડર -9 અને અંડર -13 ઇન્ટર સ્કૂલ ચેસ સિલેક્શન (ઓપન અને ગર્લ્સ) ટૂર્નામેન્ટનું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા 4 અને 4 જાન્યુઆરીએ રાઈફલ ક્લબ ખાનપુર ખાતે કરાયું હતું.  અંતિમ સ્ટેન્ડિંગ્સ નીચે મુજબ છે: અંડર -9 (છોકરાઓ): અંડર -9 (છોકરીઓ): 1) અંશ અગ્રવાલ – 6.5 પોઈન્ટ. 1) રેના એ….

કોહલીનો પોકેટ પ્લે: સેન્ડપેપર તરફ ઈશારો

બિપીન દાણી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની જોરદાર સ્પર્ધાત્મક ટેસ્ટ મેચની મધ્યમાં, ક્રિકેટના મેદાનમાં લાગણીઓ ઉંચી ચાલી રહી હતી. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથ શાનદાર પ્રદર્શન બાદ આઉટ થયો હતો અને પેવેલિયન પરત ફરતા જ ભારતીય ટીમે નિર્ણાયક વિકેટની ઉજવણી કરી હતી. ભારતીય કપ્તાન વિરાટ કોહલી, તેના જ્વલંત વ્યક્તિત્વ અને રમત પ્રત્યેના જુસ્સા માટે જાણીતો છે, તેણે…

ખ્વાજા અને હેડે કબુલ્યું, એસસીજી પર ત્રીજા દિવસે બુમરાહએ બોલિંગ ન કરતા ઓસ્ટ્રેલિયનો ખુશ હતા

સિડની ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ઉસ્માન ખ્વાજા અને ટ્રેવિસ હેડે સ્વિકાર્યું કે શ્રેણીની નિર્ણાયક પાંચમી ટેસ્ટના ત્રીજા દિવસે જસપ્રિત બુમરાહની ગેરહાજરીએ બોલરોને અનુકૂળ એસસીજી પર ઓસ્ટ્રેલિયાના વિજયમાં મોટી ભૂમિકા ભજવી હતી. પીઠના સ્નાયુ ખેંચાઈ જતા બુમરાહ શ્રેણીની બોલરો માટે સૌથી લાભદાયક  વિકેટ પર બોલિંગ કરી ન શકતા ભારત એક દાયકામાં પ્રથમ વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ગુમાવવા માટેના 162…

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે રિહાઈડ્રેશન કેટેગરીમાં પ્રવેશ કરવાની સાથે ‘ટોટલ બેવરેજ અને કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ કંપની’ બનવાની યાત્રાને વેગવંતી બનાવી

રસકિકને જ્યૂસ અને ફંક્શનલ બેવરેજીસ માટે માસ્ટર બ્રાન્ડ તરીકે સ્થાપિત કરી રસકિક ગ્લૂકો એનર્જી લોન્ચ કર્યું – ઇલેક્ટ્રોલાઇટ્સ, ગ્લુકોઝ અને રિયલ લેમન જ્યૂસની ખાસિયતોથી ભરપૂર એક અબજથી વધુ ભારતીયો માટેનું પીણું બેંગલુરુ રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (આરસીપીએલ)એ આજે મહેનતુ ભારતીયો માટે તૈયાર કરાયેલું એનર્જી બુસ્ટિંગ અને રિ-હાઈડ્રેટિંગ બેવરેજ રસકિક ગ્લૂકો એનર્જી લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ઇલેક્ટ્રોલાઇટ્સ, ગ્લુકોઝ અને રિયલ…

હીરામણિ પ્રાથમિક શાળામાં માસ્ક મેકીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધોરણ 1 થી 7 ના વિદ્યાર્થીઓએ વચ્ચે માસ્ક મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ સ્પાઈડર, કાર્ટુન, પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ, આઈમાસ્ક, આદિજાતીના અને સામાન્ય રીતે કોઈપણ વિષય પર માસ્ક બનાવાયા હતા.

મેન્સ અંડર-23માં છત્તિસગઢ સામે 183 રને આસાન વિજય સાથે ગુજરાત સેમિફાઈનલમાં

કોલકાતા બીસીસીઆઈની મેન્સ અંડર-23 સ્ટેટ એ ટ્રોફી મેચમાં ગુજરાતે છત્તીસગઢ સામે 183 રને આસાન વિજય મેળવ્યો હતો. મેચ કોલકાતાના વીડિયોકોન ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. છત્તીસગઢે ટોસ જીતીને ફિલ્ડીંગ કરતા ગુજરાતને 50 ઓવરમાં નવ વિકેટે 316 રન બનાવ્યા હતા જેના જવાબમાં છત્તિસગઢની ટીમની ઈનિંગ્સ 133 રનમાં સમેટાઈ ગઈ હતી. આ વિજય સાથે ગુજરાતની ટીમ સ્પર્ધાની સેમિફાઈનલ…

ખેલમહાકુંભ તાલુકાકક્ષાની પાંચ જાન્યુ. અને જિલ્લાકક્ષા સ્પર્ધાઓ 15 જાન્યુઆરીથી યોજાશે

અમદાવાદ ખેલમહાકુંભ 3.0નું ઝોન તેમજ તાલુકાકક્ષા અને મહાનગરપાલિકા તેમજ જિલ્લાકક્ષા સ્પર્ધાનું આયોજન અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં દરેક ઝોન અને તાલુકાના વિવિધ સ્થળો ઉપર કરવામાં આવેલ છે. ઝોન અને તાલુકાકક્ષાની સ્પર્ધા તા.૦૫/૦૧/૨૦૨૫ થી તા.૧૩/૦૧/૨૦૨૫ દરમ્યાન અને મહાનગરપાલિકા અને જિલ્લાકક્ષા સ્પર્ધાઓનું આયોજન તા.૧૫/૦૧/૨૦૨૫ થી તા.૩૧/૦૧/૨૦૨૫ દરમ્યાન કરવામાં આવ્યું છે.ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ તમામ ખેલાડીઓ સ્પર્ધાઓનો વિગતવાર કાર્યક્રમ https://khelmahakumbh.gujarat.gov.in/calendar…

સિડની ગ્રાઉન્ડ પર એશવેલ પ્રિન્સનાં પત્નીને શ્રધ્ધાંજલિ અપાઈ

બિપીન દાણી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી સિડની ટેસ્ટના પ્રથમ દિવસની રમત દરમિયાન, ક્રિકેટે સીમાઓથી આગળ જોડવાની તેની ગહન ક્ષમતાનું પ્રદર્શન કર્યું. ભૂતપૂર્વ દક્ષિણ આફ્રિકાના ટોચના ક્રમના ડાબા હાથના બેટ્સમેન એશવેલ પ્રિન્સ, જેમણે તાજેતરમાં જ તેની પત્નીની હૃદયદ્રાવક ખોટ સહન કરી હતી, તેને ક્રિકેટ સમુદાય તરફથી એકતાનો અણધાર્યો છતાં ઊંડો સ્પર્શ કરનાર હાવભાવ મળ્યો….

અંડર-16 ઈન્ટર સ્કૂલ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલનો સંત કબીર સ્કૂલ સામે ઈનિંગ અને 283 રનથી વિજય

સંત કબીર સ્કૂલે ટોસ જીતીને પહેલા બેટીંગ લેતા 17.5 ઓવરમાં 10 વિકેટે 55 રન કર્યા હતાં. જેમાં શિવાંક મિસ્ત્રીએ 6 ઓવરમાં 6 રન આપીને 5 વિકેટ અને શિવમ પટેલે 8.5 ઓવરમાં 27 રન આપીને 4 વિકેટ લીધી હતી. હીરામણિ સ્કૂલે 92.2 ઓવરમાં 10 વિકેટે 454 રન કર્યા હતાં. જેમાં આરવ કોઠારીએ 183 બોલમાં 142 રન,…

ગુજરાતમાં ફૂટબોલ: બદલાતું પરિદ્રશ્ય

-પરિમલ નથવાણી ફૂટબોલ, કે જેને “સુંદર રમત” તરીકે ઓળખવામાં આવે છેતેણે ભારતમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, ગુજરાતમાં પણ ફૂટબોલ ક્ષેત્રે છેલ્લાં કેટલાંક વર્ષોમાં બહુ સારું કામ થઈ રહ્યું છે. ગુજરાતમાં ફૂટબોલના વિકાસમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA), સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત (SAG), ઑલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF), ખાનગી ક્લબો, જિલ્લા ફૂટબોલ એસોસિએશનો અને કોર્પોરેટ કંપનીઓ…

એકમા ટેક એકસ્પો – 2025 નો આરંભ

અમદાવાદ અમદાવાદ કોમ્પ્યુટર મર્ચન્ટ્સ એસોસિએશન (ACMA) ટેક એક્સ્પો 2025નું ઉદઘાટન ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આજરોજ વિજ્ઞાન ભવન સાયન્સ સીટી ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ મોના ખંધાર, IAS- અગ્ર સચિવ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ગુજરાત સરકાર હાજર રહ્યા હતાં,  આ ટેક એક્સ્પો 2 થી 4 જાન્યુઆરી, 2025 દરમિયાન યોજાશે. અમદાવાદ…

એશિયન એમેચ્યોર ચેસ ચેમ્પિયનશિપમાં રુહાની અસુદાનીને સ્ટાન્ડર્ડમાં, બ્લિટ્ઝમાં મહાર્થ ગોધાણીને સિલ્વર મેડલ મળ્યો

ગુજરાતની 14 વર્ષીય ચેસ ખેલાડી રુહાની રાજ આસુદાનીએ U.A.E. AL Ain મા 14 થી 23 ડિસેમ્બર દરમિયાન એશિયન એમેચ્યોર ચેસ ચેસિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું છે. આ ચેમ્પિયનશિપમાં 31 દેશોના પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો, જે સમગ્ર ઇવેન્ટ દરમિયાન ઉચ્ચ સ્તરની સ્પર્ધા અને તીવ્રતા દર્શાવે છે. 8મા રાઉન્ડમાં રુહાનીએ યુએઈની મરિયમ મોહમ્મદને હરાવી…

નવજીવન ટ્રસ્ટ દ્વારા નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટીવલ એડીશન–II 2 થી 5 જાન્યુઆરીએ યોજાશે

ગુજરાતના આઠ જેટલા ફોટોગ્રાફર્સ પણ ભાગ લેશે અમદાવાદ પરિવર્તનશીલ સમયમાં યુવા વર્ગને સાંકળી લેતી કોમ્યુનીકેશનની નવી ચેનલોને પ્રસ્થાપિત કરીને તેનું સંવર્ધન કરવાનાં ભાગરૂપે નવજીવન ટ્રસ્ટ દ્વારા નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટીવલ (એનપીએફ) એડીશન–II નું આયોજન કરવામાં આવ્યું છે. એનપીએફ એડીશન–II  તા. 2 થી 5 જાન્યુઆરી 2025 દરમિયાન નવજીવન ટ્રસ્ટ ખાતે યોજાશે. આ અંગે માહિતી આપતા નવજીવન ટ્રસ્ટનાં…

અમદાવાદમાં 47મી ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં 400થી વધુ દિવ્યાંગ રમતવીરોએ વિવિધ રમતોમાં ભાગ લીધો

નેશનલ, ઇન્ટરનેશનલ તેમજ એશિયા પેરા એથ્લેટિક્સ ગેમ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રમતવીરોનું સન્માન કરાયું 45થી વધુ દિવ્યાંગ રમતવીરો નેશનલ ગેમ્સ માટે સિલેક્ટ થયા અમદાવાદ 47મી ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ સ્પર્ધાનું આયોજન અમદાવાદમાં નિકોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતભરના અને દેશના વિવિધ રાજ્યોમાંથી 400થી વધુ દિવ્યાંગ રમતવીરોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ રમતવીરો અગાઉ નેશનલ,…

ગુજરાત જુનિયર અને યુથ નેશનલ ટીટી ચેમ્પિયનશિપ યોજાશે

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ) અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ટીટીએફઆઈ)ના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઑફ બરોડા વડોદરા ખાતે યુટીટી 86મી જુનિયર અને યુથ નેશનલ્સ અને ઇન્ટર-સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરશે. આ ચેમ્પિયનશિપ 3જી થી 11મી જાન્યુઆરી દરમિયાન સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાશે. ગુજરાતે વર્ષ 2016માં પણ આ જ સ્થળે વડોદરામાં જુનિયર અને…

હીરામણિ સ્કૂલની 25 વર્ષની પૂર્ણતાની ઉજવણી નિમિત્તે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

હીરામણિ સ્કૂલને 25 વર્ષ પૂર્ણ થતા (રજત જયંતી) મહોત્સવ નિમિત્તે હીરામણિ સ્કૂલ કેમ્પસમાંયાદો કી બારાત થીમ આધારિત વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ હીરામણિ રંગમંચ ઉપર સાંજે 6.00 થી 8.00 દરમિયાન યોજાયો હતો.આ કાર્યક્રમમાં નર્સરી-કે.જી. વિભાગના 350 જેટલા વિદ્યાર્થીઓએ નાટક, નૃત્ય તેમજ દેશ ભક્તિના ગીતો, યોગના વિવિધ કરતબો ઉત્સાહભેર રજૂ કર્યાં હતાં. આ કાર્યક્રમ માણવા સંસ્થાના પ્રમુખ નરહરિ…