રિવર ફ્રન્ટ ઉપર બનેલી અધ્યાત્મ નગરીમાં 35 જૈન દીક્ષાના ઐતિહાસિક મહોત્સવ માટે 400થી વધુ સાધુ-સાધ્વીજીનો ભવ્ય પ્રવેશ
અમદાવાદ અમદાવાદ શહેરના સદીઓના ઇતિહાસમાં પહેલી વખત યોજાઈ રહેલા 35 દીક્ષાના મહોત્સવ માટે પધારેલા 15 આચાર્ય ભગવંતો, સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો ઉપરાંત 35 મુમુક્ષુઓ અને તેમના પરિવારજનો આજે ભવ્ય સામૈયા સાથે રિવર ફ્રન્ટ ઉપર બનેલી ભવ્ય અધ્યાત્મ નગરીમાં પ્રવેશ્યા હતા. તેમની શોભાયાત્રા સુવિધા ચાર રસ્તાથી શરૂ થઈને પ્રીતમ નગર અખાડા થઈને સાબરમતી રિવર ફ્રન્ટ પહોંચી ત્યારે 12 ગજરાજ ઉપર બિરાજેલા મુમુક્ષુઓ પણ અધ્યાત્મ…
