12 વર્ષ બાદ ભદ્ર ફેસ્ટિવલનું ભવ્ય પુનરાગમન: સંગીતના સૂર, કળાના રંગો અને રોશનીથી ઝળહળી ઊઠ્યું અમદાવાદનું ઐતિહાસિક હૃદય
ભદ્ર કિલ્લાથી ત્રણ દરવાજા સુધી ઐતિહાસિક વારસાને આધુનિક કલાત્મક અભિવ્યક્તિ સાથે જીવંત કરાયો; ઉસ્તાદ શુજાત ખાન અને ઉસ્તાદ ફઝલ કુરેશીની સંગીતમય જુગલબંધી બની આકર્ષણનું કેન્દ્ર અમદાવાદ અમદાવાદના ઐતિહાસિક વારસાને સંગીત, કલા અને સંસ્કૃતિના રંગોથી ફરી જીવંત કરવાનો અનોખો પ્રયાસ 12 વર્ષના લાંબા અંતરાલ બાદ ભદ્ર ફેસ્ટિવલના ભવ્ય પુનરાગમન સાથે સાકાર થયો છે. સદીઓ જૂનો ભદ્ર…
