જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેનાની ‘સહાયતા સેતુ’ કવાયતનો પ્રારંભ
23 દેશોની ભાગીદારી સાથે ત્રણ દિવસીય બહુરાષ્ટ્રીય માનવતાવાદી સહાય અને આપદા રાહત કવાયત યોજાઈ; ચક્રવાત જેવી ગંભીર આપદા સામે સંયુક્ત પ્રતિસાદ, બચાવ અને રાહત કામગીરીનું થશે પ્રાયોગિક નિદર્શન અમદાવાદ ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે બહુરાષ્ટ્રીય વાર્ષિક સંયુક્ત માનવતાવાદી સહાય અને આપદા રાહત કવાયત ‘AJHE-26’ એટલે કે ‘સહાયતા સેતુ’નો મંગળવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે….
