ભરૂચમાં સ્ટેટ રેન્કિંગ ટીટીનો આજથી પ્રારંભ, સૌની નજર જન્મેજય પર રહેશે
ભરૂચ ઓલિમ્પિક્સ તરફ સૌની નજર છે ત્યારે ભરૂચ ખાતે જીએનએફસી પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024નો શુક્રવારથી પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ભરૂચ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશન (બીડીટીટીએ)ના ઉપક્રમે ભરૂચના સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ, જીએનએફસી ટાઉનશિપ ખાતે બીજીથી ચોથી ઓગસ્ટ દરમિયાન આ ટુર્નામેન્ટ યોજાશે. આ ટુર્નામેન્ટના ટાઇટલ…
