વિમેન્સ પ્રીમિયર લીગ 2025માં એશ્લે ગાર્ડનર ગુજરાત જાયન્ટ્સનું નેતૃત્વ સંભાળશે
અમદાવાદ ગુજરાત જાયન્ટ્સે વિમેન્સ પ્રીમિયર લીગ 2025 (WPL) માટે ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એશ્લે ગાર્ડનરને ટીમની કેપ્ટન તરીકે નિયુક્ત કરી છે. 2017માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનારી ગાર્ડનર ઓસ્ટ્રેલિયન ક્રિકેટની એક પ્રભાવશાળી ખેલાડી છે. તેણે બે વખત બેલિન્ડા ક્લાર્ક એવોર્ડ જીત્યા છે અને 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયાને ગોલ્ડ મેડલ અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 2023માં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલા T20 વર્લ્ડ કપમાં એ “પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ”…
