ગુજરાતમાં ‘ઓપરેશન હેલ્થ’: આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજાવવા રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાન

ગાંધીનગર: રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે ગ્રાહકોમાં જાગૃતિ લાવવાના હેતુથી ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાન ‘ઓપરેશન હેલ્થ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત બજારમાં વેચાતા આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેના તફાવત અંગે ગ્રાહકોને માહિતગાર કરવામાં આવશે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ નાગરિકોને કોઈપણ…