2026માં દિવાળીના ધમાકા વચ્ચે આરોગ્યના કડાકાની ચિંતા: 2025માં અમદાવાદમાં AQI 457એ પહોંચ્યો હતો, શ્વાસની તકલીફના દર્દીઓ વધ્યા હતા
ફટાકડાના ધુમાડા અને ઘોંઘાટથી આરોગ્ય પર જોખમ; 7થી 13 નવેમ્બર દરમિયાન AMA-AFPAની ‘ડૉક્ટર ઑન કૉલ’ સેવા, અનુભવી તબીબોની ટીમ નાગરિકોને માર્ગદર્શન આપશે અમદાવાદ દિવાળીના તહેવારમાં ફટાકડાની આતશબાજી અને ઉજવણીનો ઉત્સાહ વચ્ચે હવાના પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણનું જોખમ પણ વધી જાય છે. ગયા વર્ષની દિવાળીના આંકડા અમદાવાદ માટે ચેતવણીરૂપ છે. 2025માં દિવાળીની રાત્રે શહેરનો એર ક્વોલિટી…
