TUC 2024: ભારતીય પુરુષોએ ઈંગ્લેન્ડને 5-0થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો
નવી દિલ્હી ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે BWF થોમસ અને ઉબેર કપ 2024માં પુરૂષોના ગ્રુપ Cની અથડામણમાં ઈંગ્લેન્ડને 5-0થી હાર આપીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. ભારતીય પુરૂષ ટીમ, જેણે ટૂર્નામેન્ટની શરૂઆતની મેચમાં થાઈલેન્ડને હરાવી હતી, તે હવે ગ્રુપ વિજેતા નક્કી કરવા માટે ઈન્ડોનેશિયાનો સામનો કરશે. ભારતીય મહિલાઓએ પણ સતત બે જીત સાથે અંતિમ આઠમાં સ્થાન મેળવ્યું છે…
