કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ-2026: ઇંગ્લેન્ડ સામે સ્કોટલેન્ડની મહિલા ટીમનનો શાનદાર વિજય
સ્કોટલેન્ડે ઇંગ્લેન્ડને 53-36થી હરાવ્યું; બાંગ્લાદેશ, શ્રીલંકા અને સિંગાપોરની પણ શાનદાર જીત, કેન્યાની મહિલા ટીમે શ્રીલંકાને 23-20થી હરાવી અમદાવાદ, શનિવાર: અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાઈ રહેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ-2026ના બીજા દિવસે રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. સ્કોટલેન્ડની મહિલા ટીમે ઇંગ્લેન્ડને 53-36થી હરાવીને પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું, જેનાથી સ્કોટિશ પ્રતિનિધિમંડળ પણ પ્રભાવિત થયું હતું. બીજી…
