ગરૂડેશ્વર SDH હોસ્પિટલની આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ લીધી આકસ્મિક મુલાકાત, સુવિધાઓના વિસ્તરણના આપ્યા તાત્કાલિક નિર્દેશ
દર્દીઓના સ્વજનો માટે નવા ભવન સાથે ડાયાલિસિસ સેવા શરૂ કરવા આયોજન; PIU વિભાગને એક અઠવાડિયામાં વિગતવાર પ્રસ્તાવ રજૂ કરવા આદેશ નર્મદા રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ અને જનકેન્દ્રિત બનાવવાના હેતુથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગત રાત્રે 9:30 વાગ્યે ગરૂડેશ્વર તાલુકાની સરકારી SDH હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે હોસ્પિટલની વિવિધ વ્યવસ્થાઓનું સ્થળ પર…
