સંયુક્ત રાષ્ટ્રસંઘના વિયેના મુખ્યાલયમાં BAPS દ્વારા દિવાળીની ભવ્ય ઉજવણી

60થી વધુ દેશોના 1,000થી વધુ મહાનુભાવો સહભાગી બન્યા; ભારતીય સંસ્કૃતિ, વૈશ્વિક શાંતિ અને માનવતાના સંદેશનો અનોખો સંગમ વિયેના (ઓસ્ટ્રિયા): ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને દિવાળીના પ્રકાશપર્વનો સંદેશ હવે વૈશ્વિક સ્તરે વધુ વ્યાપક બની રહ્યો છે. ઓસ્ટ્રિયાના વિયેના ખાતે આવેલા સંયુક્ત રાષ્ટ્રસંઘના મુખ્યાલયમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા અને VIC ઇન્ડિયન ક્લબના સંયુક્ત ઉપક્રમે દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી…