તિરુમાલામાં ગ્રીન મોબિલિટીને વેગ, રિલાયન્સ ફાઉન્ડેશને TTDને 25 ઇલેક્ટ્રિક બસો અર્પણ કરાઈ
બ્રહ્મોત્સવમ્ પહેલાં શ્રદ્ધાળુઓ માટે પર્યાવરણને અનુકૂળ પરિવહન સેવા; બસો સાથે સમર્પિત ચાર્જિંગ સ્ટેશનની સુવિધા તિરુમાલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સખાવતી સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ (TTD)ને 25 ઇલેક્ટ્રિક બસો તથા સમર્પિત ચાર્જિંગ સ્ટેશન અર્પણ કરવામાં આવ્યા છે. આ બસોને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ તિરુમાલા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિધિવત્ ફ્લેગ ઓફ કરી હતી. આ…
