વડનગરમાં 19 અને 20 નવેમ્બરે તાના-રીરી મહોત્સવની સંગીતમય ઉજવણી: પદ્મશ્રી તેજેન્દ્ર નારાયણ સહિત દેશના ખ્યાતનામ કલાકારો સુરાવલી રેલાવશે
વડનગર/મહેસાણા ગુજરાતની સમૃદ્ધ શાસ્ત્રીય સંગીત પરંપરા અને ઐતિહાસિક વિરાસતને ઉજાગર કરતો પ્રતિષ્ઠિત ‘તાના-રીરી મહોત્સવ-2026’ આવતીકાલથી ઐતિહાસિક નગરી વડનગરમાં શરૂ થશે. ગુજરાતની સુપ્રસિદ્ધ સંગીત બેલડી તાના અને રીરીની સ્મૃતિમાં 19 અને 20 નવેમ્બર દરમિયાન બે દિવસીય સંગીત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં દેશના નામાંકિત શાસ્ત્રીય સંગીતકારો અને લોકકલાકારો પોતાની કલાની સુરાવલીઓથી સંગીતપ્રેમીઓને મંત્રમુગ્ધ…
