દિવાળીના તહેવારોમાં AMA અને AFPAએ ડોક્ટર ઓન કોલ મેડિકલ હેલ્પલાઇન શરૂ કરી

અમદાવાદ દિવાળીના તહેવારોમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA)અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશન (AFPA) દ્વારા સામુદાયિક સ્વાસ્થ્ય માટે “ડોક્ટર ઓન કોલ” દિવાળી મેડિકલ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનની ઓફિશિયલ વેબસાઈટ www.ahmedabadmedicalassociation.com ઉપરથી દર વર્ષની જેમ આ વર્ષે પણ તહેવારોની મોસમ દરમિયાન શહેરીજનો 24/7 તબીબી સહાય મેળવી શકશે. આ સમર્પિત હેલ્પલાઇન સેવા 19 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર, 2025 સુધી કાર્યરત રહેશે. AMA અને AFPA ના સભ્યો દિવાળી દરમિયાન કોઈપણ સ્વાસ્થ્ય સંબંધિત કટોકટી અથવા પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો માટે ફોન દ્વારા સ્વયંસેવક રીતે ઉપલબ્ધ રહેવાની સેવા આપશે. આ સેવાનો લાભ કોઇપણ શહેરીજન લઇ શકશે. આ સેવા સમાજના કલ્યાણ પ્રત્યેની…