હીરામણિ પ્રાયમરિ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા HEALTH IS WEALTH ની થીમ પર સ્પર્ધા યોજાઈ

હીરામણિ પ્રાયમરી સ્કૂલ(અંગ્રેજી માધ્યમ) ફેવીસ્ટીકદ્વારા શરીરનાં આંતરિક અવયવ (ડાઈજેસ્ટીવ સિસ્ટમ), સંતુલિત આહાર, ખોરાકનાં ઘટકો, આરોગ્ય સંપતિ, આપણું અતુલ્ય શરીર,યોગ અને આર્યુવેદનું જીવનમાં મહત્વ,અને લીલાં શાકભાજીનું મહત્વ સમજાવવા માટે “મોડેલ બનાવવાની સ્પર્ધા” નું આયોજન કરવામાં આવેલ. જેમાં ધોરણ ૩ થી ૭ ના વિદ્યાર્થીઅને વિદ્યાર્થીનીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

હીરામણિ પ્રાયમરિ સ્કૂલના વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા કેમલ કલર કોન્ટેક્ટ વર્લ્ડ લાર્જેસ્ટ આર્ટ કોમ્પિટિશનમાં ઈનામો પ્રાપ્ત કર્યા

હીરામણિ પ્રાથમિક શાળા (અંગ્રેજી માધ્યમ) નાં બાળકોએકેમલ ગ્રુપ દ્વારા ઓલ ઇન્ડિયા કેમલ કલર કોન્ટેક્ટમાં વર્લ્ડ લાર્જેસ્ટ આર્ટ કોમ્પિટિશનમાં હીરામણી  પ્રાઇમરી સ્કુલ (ઇંગ્લીશ મીડીયમ) ના વિદ્યાર્થીઓના ચિત્રો મોકલવામાં આવ્યા હતા. જેમાં હીરામણી સ્કૂલના ઝોનલ લેવલે (રાષ્ટ્રીય કક્ષાએ) પાંચ વિદ્યાર્થીઓ અને ગ્રાન્ડ ફિનાલે લેવલે (આંતરરાષ્ટ્રીય કક્ષાએ)  ત્રણ વિદ્યાર્થીઓએ ઇનામ પ્રાપ્ત કર્યા છે. દ્વિતીય ઈનામ – ધ્વનિ પટેલ-…

હીરામણિ પ્રાયમરિ સ્કૂલના વિદ્યાર્થીઓએ શ્લોક ગાન સ્પર્ધામાં બીજું અને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું

હીરામણિ પ્રાયમરિ સ્કૂલ (અંગ્રેજી માધ્યમના) બાળકો માટે “શ્લોક ગાન” સ્પર્ધાનું આયોજન ચિન્મય મિશન દ્વારા કરવામાં આવ્યું હતું. હીરામણિ પ્રાથમિક શાળાનાંહેનીશ દિક્ષિતકુમાર દરજી (ધોરણ-૬) અને હરવિરસિંહ સંદિપસિંહ જાડેજા (ધોરણ-૬) એ રાજ્યકક્ષાએ બીજું અને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. હેનીશ દિક્ષિતકુમાર દરજીનું ચયન રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધા માટે થયું  છે.

હીરામણિ પ્રાયમરિ સ્કૂલના આર્યન અવધ અમીનેને કુડો માર્શલ આર્ટમાં સતત ત્રીજી વાર નેશનલ લેવલે ગોલ્ડ મેડલ

હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં ભણતાં આર્યન અવધ અમીન  સતત ત્રીજીવાર 16 મી નેશનલ કુડો (માર્શલ આર્ટ) અન્ડર-11 (બોયઝ)માં પ્રથમ વિજેતા બની ગોલ્ડ મેડલ મેળવી હીરામણિ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આ ટુર્નામેન્ટનું આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું હતું.

હીરામણિ પ્રાયમરી સ્કૂલના આર્યન  અવધકુમાર અમીને રાજ્ય કુડો ટુર્નામેન્ટ-2025-26માં ગોલ્ડ મેડલ મેળવ્યો

અમદાવાદ ગુજરાત રાજ્ય કુડો ટુર્નામેન્ટ 2025-26 જે સુરત ખાતે યોજાયેલ. જેમાં અન્ડર-11 બોયઝ માં હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં ધો.5 ભણતા આર્યન અવધકુમાર અમીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ મેળવેલ છે.  કુડો એક પ્રકારની માર્શલ આર્ટ છે, જેના કોચ પ્રવિણ જાદવ છે. આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ શ્રી નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન,…

આંતરરાષ્ટ્રીય ઓલમ્પિયાડની સ્પર્ધાત્મક વિવિધ વિષયોની પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવવા માટે કેતનકુમાર ભટ્ટને ગુજરાત રાજ્યમાં બેસ્ટ કો-ઓર્ડિનેટર જાહેર કરાયા

સાયન્સ ઓલમ્પિયાડ (દિલ્હી) દ્વારા યોજવામાં આવતી આંતરરાષ્ટ્રીય ઓલમ્પિયાડની સ્પર્ધામક વિવિધ વિષયોની પરીક્ષામાં  બાળકોને વિષયલક્ષી જ્ઞાન આપીને સ્પર્ધામક પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવવાં માટે હીરામણિ પ્રાયમરી અંગ્રેજી માધ્યમનાં કેતનકુમાર ભટ્ટને ગુજરાત રાજ્ય નાં BEST COORDINATOR તરીકે જાહેર કરીને તેમને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવેલ. તેમની આ સિધ્ધિ બદલ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરુણ અમીન,…

હીરામણિ પ્રાયમરી સ્કૂલની વિદ્યાર્થીનીઓએ સ્કેટિંગ માં ગોલ્ડમેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ જિત્યા

હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ની વિદ્યાર્થીનીઓએ સ્કેટિંગ માં ગોલ્ડમેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ જિત્યા