લીઝ એગ્રિમેન્ટની શરતોના ભંગ બદલ આર્બિટ્રેશનના ઓર્ડર બાદ વડોદરાના સેવાસીમાં આવેલી ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ વિવાદમાં- 200થી વધુ વિદ્યાર્થીનું ભાવિ જોખમાયુ
ગ્લોબલ એજ્યુકેશન રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ હેઠળ ચાલતી અને ધો.1થી10ની આ સીબીએસઈ સ્કૂલના ટ્રસ્ટીઓ સામે ગેરરીતિની ફરિયાદોઃ ઓર્ડર બાદ પણ સ્કૂલની જગ્યા ખાલી ન કરી વડોદરા, વડોદરા તાલુકાના સેવાસી નજીક અંપાડ ખાતે આવેલી ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ વિવાદમાં ફસાઈ છે.આ સ્કૂલના ટ્રસ્ટ દ્વારા જમીન માલિકો સાથે કરાયેલા લીઝ એગ્રિમેન્ટની શરતોના ભંગ બદલ આર્બિટ્રેશન સેન્ટર(લવાદી કોર્ટ) દ્વારા ગત ઓક્ટોબરમાં ટ્રસ્ટને 31 મે 2026 સુધીમાં સ્કૂલની જગ્યા ખાલી કરવાનો અને લીઝ એગ્રિમેન્ટ…
