પેરિસ મંદિર મહોત્સવમાં ભક્તિ અને સંસ્કૃતિનો ભવ્ય સંગમ: પાલખી યાત્રાથી સેન નદીની ઐતિહાસિક જળયાત્રા સુધી હજારો લોકો જોડાયા

5,500થી વધુ લોકોની સેન નદી પર સાંસ્કૃતિક નૌકાયાત્રા; 2,500થી વધુ મહિલાઓ-યુવતીઓ પાલખી યાત્રામાં જોડાઈ પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસ ફ્રાન્સમાં પ્રથમ પરંપરાગત પથ્થરથી નિર્મિત હિન્દુ મંદિરના લોકાર્પણ પ્રસંગે યોજાઈ રહેલા 13 દિવસીય ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ એટલે કે પેરિસ મંદિર મહોત્સવમાં ભક્તિ, ભારતીય સંસ્કૃતિ અને ભારત-ફ્રાન્સની મિત્રતાનો ભવ્ય સંગમ જોવા મળી રહ્યો છે. મહોત્સવના ભાગરૂપે 2 સપ્ટેમ્બરે બુસી-સેંટ-જ્યોર્જેસમાં યોજાયેલી પાલખી…

પેરિસ મંદિર મહોત્સવમાં મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં વૈદિક મહાયજ્ઞનો પ્રારંભ

ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરના ઐતિહાસિક લોકાર્પણ પૂર્વે 2થી 14 સપ્ટેમ્બર સુધી મહાયજ્ઞનું આયોજન, વિશ્વશાંતિ અને સર્વના કલ્યાણ માટે પ્રાર્થના પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસ ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરના ઐતિહાસિક લોકાર્પણ અવસર પૂર્વે બુધવારે, 2 સપ્ટેમ્બરના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં પવિત્ર વૈદિક મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો. પેરિસ મંદિર મહોત્સવ અંતર્ગત આયોજિત આ મહાયજ્ઞ 2થી…

ફ્રાન્સમાં સનાતન આધ્યાત્મિક પરંપરાનું ઐતિહાસિક સીમાચિહ્ન

પેરિસમાં ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું નિર્માણ પૂર્ણ, 6 સપ્ટેમ્બરે મહંત સ્વામી મહારાજ કરશે પ્રાણપ્રતિષ્ઠા પેરિસ કલા, સ્થાપત્ય અને સંસ્કૃતિ માટે વિશ્વવિખ્યાત પેરિસ શહેર હવે સનાતન હિન્દુ આધ્યાત્મિક પરંપરાના એક ઐતિહાસિક કેન્દ્રનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે નવનિર્મિત બી. એ. પી. એસ. સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું નિર્માણ પૂર્ણ થયું છે. ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ…