નેપાળમાં વિનાશક પૂરથી થયેલી જાનહાનિ પર ભારતની સંવેદના: ‘સુખ-દુઃખ કે સાથી’ તરીકે ભારત નેપાળની પડખે

નવી દિલ્હીમાં નેપાળ દૂતાવાસની મુલાકાત લઈ શોકપોથીમાં નોંધ કરી; શોધ, બચાવ અને પુનર્વસનના પ્રયાસોમાં ભારતના સહયોગની ખાતરી નવી દિલ્હી 26 ઓગસ્ટે નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડના કારણે થયેલી જાનહાનિ અને વ્યાપક તબાહીને લઈને ભારતે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. ભારત સરકાર અને દેશની જનતા વતી નેપાળના લોકો તથા સરકાર પ્રત્યે હાર્દિક શોક વ્યક્ત કરવામાં આવ્યો…

વનતારાની ગવર્નિંગ કાઉન્સિલના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે CITESના પૂર્વ સેક્રેટરી-જનરલ જોન ઈ. સ્કેનલોનની નિમણૂક

વન્યજીવ સંરક્ષણ, પ્રાણી કલ્યાણ અને અનુપાલન ક્ષેત્રે દેખરેખ વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ જામનગર વન્યજીવ સંરક્ષણ અને પ્રાણી કલ્યાણ ક્ષેત્રે કાર્યરત વનતારાએ પોતાની નવી સ્થાપિત પાંચ સભ્યોની ગવર્નિંગ કાઉન્સિલના પ્રારંભિક સ્વતંત્ર અધ્યક્ષ તરીકે CITESના પૂર્વ સેક્રેટરી-જનરલ જોન ઈ. સ્કેનલોન AOની નિમણૂક કરી છે. ગવર્નિંગ કાઉન્સિલ વનતારાની સર્વોચ્ચ સંચાલકીય સંસ્થા તરીકે સંરક્ષણ, પ્રાણી સંભાળ, પુનર્વસન અને અનુપાલન…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન્યજીવોના રેસ્ક્યુ, પુનર્વસન અને સંવર્ધન કેન્દ્ર-વનતારાનું ઉદ્દઘાટન કરીને મુલાકાત લીધી

વનતારામાં 2,000થી વધુ પ્રજાતિના 1.5 લાખથી વધુ રેસ્ક્યુ કરાયેલા, નામશેષ થઈ રહેલા પ્રાણીઓ નિવાસ કરે છે. વડાપ્રધાને સેન્ટર ખાતેની વિવિધ સુવિધાઓને નિહાળી. અહીં પુનર્વસન કરી રહેલા વિવિધ પ્રજાતિઓના પ્રાણીઓ સાથે તેમણે નિકટતાથી સંવેદ કેળવ્યો. વડાપ્રધાને વનતારાની વન્યજીવ હોસ્પિટલની મુલાકાત લીધી અને એમઆરઆઈ, સીટી સ્કેન, આઈસીયુ સહિતની સુવિધાઓથી સજ્જ પશુ ચિકિત્સા પ્રણાલી નિહાળી. આ હોસ્પિટલમાં વાઈલ્ડલાઈફ એનેસ્થેસિયા, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્ડોસ્કોપી, ડેન્ટિસ્ટ્રી, ઈન્ટરનલ મેડિસિન વગેરે…