આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ માટેના ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ તૈયાર કરવા એઆઇસીટીઇનો જિયો ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા સાથે સહયોગ
નવી મુંબઈ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ડેટા સાયન્સ વિષયો માટેના ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ તૈયાર કરવા ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઇસીટીઇ)એ જિયો ઇન્સ્ટિટ્યૂટ સાથે હાથ મીલાવ્યા છે. આ સહભાગી પ્રયાસ એઆઇસીટીઇના અટલ (એઆઇસીટીઇ ટ્રેનિંગ એન્ડ લર્નિંગ) પ્રોગ્રામના ભાગરૂપે શરૂ કરવામાં આવી રહ્યો છે, આ કાર્યક્રમનો ઉદ્દેશ એઆઇસીટીઇ માન્ય સંસ્થાઓના ફેકલ્ટી સભ્યોના કૌશલ્યમાં વધારો કરવા…
