સોનુના સુપર-10ની મદદથી ગુજરાત જાયન્ટ્સે પીકેએલની પ્રથમ મેચમાં તેલુગુ ટાઈટન્સને હાર આપી
અમદાવાદ ગુજરાત જાયન્ટ્સે શાનદાર પ્રદર્શન કરતા શનિવારે ટ્રાન્સસ્ટેડિયાના એક્કા એરેનામાં પ્રો કબડ્ડી લીગ સીઝન 10ની પ્રારંભિક મેચમાં તેલુગુ ટાઇટન્સને 38-32થી પરાજય આપ્યો હતો. જાયન્ટ્સના રાઇડર સોનુએ 11 ટચ પોઇન્ટ મેળવ્યા હતા અને તેની જ ટીમના દેશબંધુ રાકેશે મેચમાં 5 ટચ પોઇન્ટ મેળવ્યા હતા. આ દરમિયાન તેલુગુ ટાઇટન્સના કેપ્ટન પવન સેહરાવતે સુપર 10 દ્વારા પ્રો કબડ્ડી લીગમાં પુનરાગમન કર્યું હતું. મેચની શરુઆતની મિનિટોમાં જ…
