FIBA U18 એશિયા કપ: ઈરાને ભારતને 83-66થી હરાવી ક્વાર્ટર ફાઇનલની રેસમાંથી બહાર કર્યું

અમદાવાદમાં ભારતીય ટીમની લડત અધૂરી રહી; ઈરાને બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં શાનદાર રમતથી મેચ પર કબજો જમાવ્યો અમદાવાદ અમદાવાદમાં રમાઈ રહેલા FIBA U18 એશિયા કપમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. 20 ઓગસ્ટે વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમમાં રમાયેલી ક્વોલિફિકેશન ટુ ક્વાર્ટર-ફાઇનલ મેચમાં ઈરાને ભારતને 83-66થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારતે શરૂઆતમાં લડત આપી હતી, પરંતુ…

FIBA U18 એશિયા કપમાં ભારતની કોરિયા સામે 29 પોઈન્ટથી કારમી હાર, જાપાન-ઈરાન-ચીનનો દબદબો

કોરિયાએ ભારતને 61-90થી હરાવ્યું; અમદાવાદમાં રમાયેલી ચારેય ગ્રુપ મેચોમાં એશિયન ટીમોએ નોંધાવી એકતરફી જીત અમદાવાદ: અમદાવાદના વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલા FIBA U18 એશિયા કપ 2026માં 16 ઓગસ્ટે ગ્રુપ તબક્કાની ચાર મેચ રમાઈ હતી. ભારતને દક્ષિણ કોરિયા સામે 61-90થી 29 પોઈન્ટની કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ જાપાને કઝાકિસ્તાનને 81-45થી, ઈરાને…

FIBA U18 એશિયા કપ 2026: અમદાવાદમાં શનિવારે ચાર મેચમાં રોમાંચ મુકાબલો, ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડનો દબદબો

સીરિયાએ 14 વર્ષ બાદ જીતનો સ્વાદ ચાખ્યો, ઓસ્ટ્રેલિયાએ ફિલિપાઈન્સને હરાવ્યું; ચાઈનીઝ તાઈપેનો થાઈલેન્ડ અને ન્યૂઝીલેન્ડનો બહેરીન સામે એકતરફી વિજય અમદાવાદ: અમદાવાદના વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ચાલી રહેલા FIBA U18 એશિયા કપ 2026માં 15 ઓગસ્ટનો દિવસ ચાર મહત્વપૂર્ણ મુકાબલાઓથી ભરપૂર રહ્યો. ગ્રુપ સ્ટેજની આ મેચોમાં સીરિયાએ લેબનોન સામે 72-64થી અપસેટ સર્જી 14 વર્ષ બાદ ટુર્નામેન્ટમાં…

U18 એશિયા કપ બાસ્કેટબોલની રોમાંચક શરૂઆત: ફિલિપાઈન્સે ચાઈનીઝ તાઈપેઈને 1 પોઈન્ટથી હરાવ્યું, ઓસ્ટ્રેલિયાની થાઈલેન્ડ સામે 70 પોઈન્ટથી ધમાકેદાર જીત

અમદાવાદમાં શરૂ થયેલી સ્પર્ધામાં ચાર મેચના પરિણામો જાહેર, ઓસ્ટ્રેલિયા-ફિલિપાઈન્સ ગ્રુપ-Aમાં ટોચ પર; ગ્રુપ-Bમાં ન્યૂઝીલેન્ડ અને સીરિયા વચ્ચે પણ મુકાબલો અમદાવાદ: અમદાવાદમાં ચાલી રહેલી FIBA U18 એશિયા કપ 2026 સ્પર્ધામાં ગુરુવારે રોમાંચક મુકાબલાઓ જોવા મળ્યા હતા. ગ્રુપ-Aમાં ઓસ્ટ્રેલિયાએ થાઈલેન્ડને એકતરફી મુકાબલામાં 102-32થી હરાવીને પોતાના ટાઇટલ ડિફેન્સની શાનદાર શરૂઆત કરી હતી, જ્યારે ફિલિપાઈન્સે ચાઈનીઝ તાઈપેઈ સામે અત્યંત…