મે મહિનાથી અલ નીનોની અસરથી ભીષણ ગરમી પડશે
એસવીએન,નવી દિલ્હી વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (WMO) એ એક ગંભીર ચેતવણી આપી છે કે, મેથી જુલાઈ મહિનાની વચ્ચે અલ નીનોની સ્થિતિ સક્રિય થઈ શકે છે. આ બદલાતી ભૌગોલિક સ્થિતિને કારણે ભારત સહિત સમગ્ર દક્ષિણ એશિયાના હવામાન પર વ્યાપક અસર પડવાની શક્યતા છે. પહેલા એવો અંદાજ હતો કે, આ સ્થિતિ ચોમાસાના બીજા હિસ્સા (ઓગસ્ટ-સપ્ટેમ્બર)માં બનશે, પરંતુ…
