Admin

બી.એ.પી.એસ. શાહીબાગ મંદિરમાં મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ૮૦મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો

૧૫ હજારથી વધુ હરિભક્તોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રગૌરવ અને રાષ્ટ્રની સુખાકારી માટે મંગલ પ્રાર્થના; સ્વાતંત્ર્ય પર્વે રાષ્ટ્રનિર્માણનો નવો સંકલ્પ અમદાવાદ: પ્રત્યેક વર્ષની ૧૫મી ઓગસ્ટ રાષ્ટ્રના નવનિર્માણની વધુ ઊંચાઈએ પહોંચવાના નવા સંકલ્પનું પર્વ બની રહે છે. દેશભરમાં આજે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદના શાહીબાગ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં પણ સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી…

એકતા અને ‘વિકસિત ભારત ૨૦૪૭’નો બુલંદ સૂર

ના જ્ઞાતિવાદ, ના પ્રાંતવાદ, ના ભાષાવાદ; માત્ર રાષ્ટ્રવાદ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ : પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરીયા ઝઘડિયા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી; તેજસ્વી તારલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ અને માનવતાવાદી સેવા આપનાર વ્યક્તિઓનું સન્માન, વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક અર્પણ ભરૂચ ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે દેશભક્તિસભર વાતાવરણમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો…

નૌસેના સ્ટેશન ઓખા ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી

સેરેમોનિયલ પરેડ દ્વારા રાષ્ટ્રને શ્રદ્ધાંજલિ, સેવા, સન્માન અને પ્રતિબદ્ધતાના મૂલ્યોને પુનઃ દોહરાવાયા ઓખા: દેશભરમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતના ઓખા ખાતે આવેલા નૌસેના સ્ટેશન ઓખા દ્વારા પણ રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના માહોલ વચ્ચે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સેરેમોનિયલ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય નૌસેનાના…

ભુજ મિલિટરી સ્ટેશનમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી: વોકાથોન અને ‘ફ્રીડમ રાઇડ’થી ગુંજ્યું દેશભક્તિનું વાતાવરણ

80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે જવાનો, પરિવારો અને બાળકોનો ઉમંગભેર સહભાગ ભુજ: દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસના ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા ભુજ મિલિટરી સ્ટેશન ખાતે એકતા, દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવની ભાવનાથી ભરપૂર વિવિધ કાર્યક્રમો યોજાયા. મિલિટરી સ્ટેશનના તમામ રેન્કના જવાનો, તેમના પરિવારજનો અને બાળકોએ ઉત્સાહપૂર્વક વોકાથોનમાં ભાગ લીધો હતો. બીજી તરફ બાલ્ડ ઈગલ બ્રિગેડના 62 સવારોએ ‘ફ્રીડમ રાઇડ’…

ગૌરવ સાથે સાયકલિંગ, જુસ્સા સાથે તિરંગા માર્ચ: અમદાવાદ-ગાંધીનગરમાં 800થી વધુ લોકોએ બતાવ્યો દેશભક્તિનો જોશ

80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં ભારતીય સેનાના જવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને NCC કેડેટ્સની ઉત્સાહભેર ભાગીદારી ગાંધીનગર/અમદાવાદ: ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંતર્ગત ગોલ્ડન કટર ડિવિઝન અને પર્વત અલી બ્રિગેડ દ્વારા ગાંધીનગર મિલિટરી સ્ટેશન ખાતે ભવ્ય સાયકલ રેલી તથા અમદાવાદમાં ઉત્સાહસભર તિરંગા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને કાર્યક્રમોમાં 800થી વધુ જવાનોએ, વિદ્યાર્થીઓએ, શિક્ષકોએ અને NCC…

શ્રીલંકામાં ટીમ ઈન્ડિયા માટે કરો યા મરો જેવી સ્થિતિ: શું ગાલે ટેસ્ટ જીત્યા વગર WTC ફાઈનલની રેસમાં ટકી શકાશે?

દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ભારત માટે ગાલે ટેસ્ટ ખૂબ જ નિર્ણાયક બની ગઈ છે ; જાણો WTC ફાઈનલનું આખું સમીકરણ નવી દિલ્હી દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણીમાં મળેલી હાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-2027ની ફાઈનલની રેસમાં ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભારતનો પોઈન્ટ પર્સન્ટેજ (PCT) ઘટીને 48.15% પર આવી ગયો છે, જેના…

16 ઓગસ્ટ હવામાન અપડેટ: દિલ્હી, યુપી, બિહાર સહિત 12 રાજ્યોમાં મૂશળધાર વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ

13 કલાકમાં 12 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી અને 80 કિમીની ઝડપે પવન ફૂંકાશે નવી દિલ્હી દેશમાં ચોમાસાની તોફાની ગતિ વચ્ચે હવામાન વિભાગ (IMD) દ્વારા નવું અને ચિંતાજનક એલર્ટ જારી કરવામાં આવ્યું છે. IMDના પૂર્વાનુમાન મુજબ, આવતીકાલે એટલે કે 16 ઓગસ્ટે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 12 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે….

UAE ના વિચારકે ભારતને પાઠવ્યા 80મા સ્વાતંત્ર્ય દિવસના અભિનંદન: ગીતા, મહાભારત અને 4.15 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાનો ઉલ્લેખ

નવી દિલ્હી યુએઈના જાણીતા વિચારક અને પ્રભાવશાળી વ્યક્તિત્વ અમજદ તાહાએ ભારતના 80માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે એક ખાસ સંદેશ પાઠવ્યો છે. તેમણે ભારતની સભ્યતા, આર્થિક તાકાત અને વૈશ્વિક ભૂમિકાની પ્રશંસા કરતા ભારતની 80 સિદ્ધિઓને બિરદાવી છે. ભારતની સભ્યતા અને આધ્યાત્મિક વારસો અમજદ તાહાએ તેમના સંદેશની શરૂઆત ભારતને મહાન સભ્યતા ગણાવીને કરી હતી. તેમણે જણાવ્યું કે ભારત…

દેશભક્તિની અનોખી મિસાલ: 80 વર્ષથી ભારતીય સેનાને સૈનિકો આપી રહ્યો છે આ પરિવાર, ચોથી પેઢીમાં યુવરાજે પહેરી વર્દી

નવા ભારતના નિર્માણમાં સેનાનું યોગદાન નવી દિલ્હી ભારતીય સેનામાં સેવામાં જોડાયેલા યુવરાજ સિંહ નુઘાલનો પરિવાર દેશભક્તિની એક જીવંત મિસાલ બની ગયો છે. આ અદ્ભુત પરંપરા આઝાદી પહેલા શરૂ થઈ હતી અને આજે પણ એટલા જ ગર્વ સાથે આગળ વધી રહી છે. પરદાદા, દાદા અને પિતા બાદ હવે યુવરાજે ભારતીય સેનામાં જોડાઈને આ ગૌરવશાળી વારસાને આગળ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 12 વર્ષમાં ક્યારેય ન કહેલી વાતો

વડાપ્રધાન મોદીનું ઐતિહાસિક સંબોધન: 2047ના વિકસિત ભારતનું સપનું નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચી પરથી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. તેમણે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ ભાષણ દરમિયાન પીએમ મોદીએ કેટલીક એવી મોટી જાહેરાતો કરી છે જે તેમણે પોતાના છેલ્લા ૧૨ વર્ષના…

હીરામણિ સ્કૂલમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી, ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

ડૉ. વિદ્યુત દેસાઈએ યુવાનોને શોખ ઓળખી જીવનલક્ષી શિક્ષણ મેળવવા આહ્વાન કર્યું દેશભક્તિના માહોલ વચ્ચે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ઉજવ્યો સ્વાતંત્ર્ય દિન અમદવાદ અમદાવાદ સ્થિત હીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ) ખાતે 15 ઓગસ્ટ, સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. સવારે 7.45 કલાકે યોજાયેલા કાર્યક્રમમાં ડૉ. વિદ્યુત દેસાઈ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન સાથે સમગ્ર પરિસરમાં…

ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી શૂટર્સનું સન્માન, Eklavya સહિત ત્રણ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત ખેલાડીઓને નવાજાયા

અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશને GSRAના એવોર્ડ વિજેતા શૂટર્સને પાઠવી શુભેચ્છા અમદાવાદ: અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન (A.M. & R.T.A. – Rifle Club) દ્વારા ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન (GSRA)ના પ્રતિભાશાળી અને એવોર્ડ વિજેતા શૂટર્સને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સંસ્થાએ ખેલાડીઓની મહેનત, સમર્પણ અને શૂટિંગ ક્ષેત્રમાં હાંસલ કરેલી સિદ્ધિઓને બિરદાવી છે. Eklavya Awardથી ખેલાડીઓનું…

ભારતનો જાપાન સામે 91-56થી કારમો પરાજય, FIBA U18 એશિયા કપમાં ગ્રુપ Cની ચારેય મેચોમાં જોવા મળ્યો રોમાંચ

ચીન અને ઈરાનની પણ શાનદાર શરૂઆત, કોરિયાએ કઝાકિસ્તાનને હરાવ્યું; અમદાવાદમાં યુવા બાસ્કેટબોલ ખેલાડીઓનો જોરદાર મુકાબલો અમદાવાદ અમદાવાદના વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી FIBA U18 Asia Cup 2026માં ગ્રુપ Cની ચાર મેચોમાં શુક્રવારે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. ભારતને જાપાને 91-56થી હરાવ્યું, જ્યારે ચીને શ્રીલંકા સામે 103-55 અને ઈરાને કતાર સામે 94-69થી એકતરફી જીત…

શિક્ષકો અને એસ.ટી. કર્મચારીઓ માટે નવી તબીબી બોર્ડ વ્યવસ્થા

GMERS સોલા ખાતે કાયમી મેડિકલ બોર્ડની રચના, ગંભીર બીમારીના કેસમાં આંતરિક-જિલ્લા બદલી માટે તબીબી પ્રમાણપત્ર આપશે અમદાવાદ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે શિક્ષણ વિભાગ હેઠળના વર્ગ-3ના કર્મચારીઓ તથા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના વર્ગ-3 અને 4ના કર્મચારીઓ માટે તબીબી કારણોસર બદલી સંબંધિત પ્રક્રિયાને સરળ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા…

‘સમુદ્ર પ્રદક્ષિણા’ની મહિલા અધિકારીઓનું સન્માન

ચાર મહાસાગરોમાં 25,500 નોટિકલ માઇલની ઐતિહાસિક સફર પૂર્ણ કરનાર નવ મહિલા અધિકારીઓનું અમદાવાદમાં સન્માન અમદાવાદ ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનાની નવ મહિલા અધિકારીઓએ પ્રથમ વખત યોજાયેલા ત્રિ-સેવા મહિલા પરિક્રમા સેઇલિંગ અભિયાન સમુદ્ર પ્રદક્ષિણાને સફળતાપૂર્વક પૂર્ણ કરતાં તેમની ઐતિહાસિક સિદ્ધિ બદલ અમદાવાદ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC)ના હેડક્વાર્ટર ખાતે…

સરદાર સરોવર નર્મદા ડેમમાં 24 કલાકમાં 21 સે.મી.નો વધારો, જળસપાટી 134.86 મીટરે પહોંચી

87.40 ટકા જળસંગ્રહ સાથે ડેમમાં 8,267.60 MCM પાણીનો સંગ્રહ; કેનાલમાં 6,002 ક્યુસેક પાણી છોડાયું નર્મદા ગુજરાત માટે જીવનદાયી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. 14 ઓગસ્ટ 2026ના સાંજે 5 વાગ્યે ડેમની હાલની જળસપાટી 134.86 મીટર નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 21 સેન્ટીમીટરનો વધારો થયો છે. ડેમમાં હાલમાં કુલ 87.40…

AMCA માટે સ્વદેશી યુદ્ધ એન્જિન: રિલાયન્સ અને રોલ્સ-રોયસ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત

ભારતમાં એરોસ્પેસ ગેસ ટર્બાઇન કોમ્પ્લેક્સ વિકસાવવાની દિશામાં બંને કંપનીઓ આગળ વધશે; ડિઝાઇનથી લઈને ઉત્પાદન અને થ્રુ-લાઈફ સપોર્ટ સુધીની ક્ષમતાઓ વિકસાવવાનો લક્ષ્યાંક લંડન/મુંબઈ ભારતના એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) કાર્યક્રમને સ્વદેશી એન્જિન ક્ષમતા આપવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને વૈશ્વિક એન્જિનિયરિંગ કંપની રોલ્સ-રોયસે AMCA માટે સાર્વભૌમ સ્વદેશી યુદ્ધ એન્જિનની ડિઝાઇન, વિકાસ, ઉત્પાદન…

રાજીવ ખંડેલવાલ ‘વંદે ભારતમ્’ના હોસ્ટ અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયા

અદાણી ગ્રુપના મહત્વાકાંક્ષી નવા શોમાં દેશભરની ઉદ્યોગસાહસિક પ્રતિભાને મળશે રાષ્ટ્રીય મંચ અમદાવાદ: જાણીતા અભિનેતા અને લોકપ્રિય હોસ્ટ રાજીવ ખંડેલવાલ હવે અદાણી ગ્રુપના મહત્વાકાંક્ષી નવા શો ‘વંદે ભારતમ્’ સાથે નવી અને હેતુલક્ષી સફરની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તેમને આ શોના હોસ્ટ તેમજ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. શોનો મુખ્ય ઉદ્દેશ દેશના વિવિધ વિસ્તારોમાં…

રિલાયન્સ ફાઉન્ડેશનની 5,100 સ્કોલરશિપ માટે અરજી શરૂ

UG વિદ્યાર્થીઓને રૂ. 2 લાખ અને PG વિદ્યાર્થીઓને રૂ. 6 લાખ સુધીની શિષ્યવૃત્તિ; અરજી માટે કોઈ ફી નહીં મુંબઈ ભારતના સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રિલાયન્સ ફાઉન્ડેશને Reliance Foundation Scholarships 2026-27 માટે અરજીઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત દેશભરના પ્રથમ વર્ષના અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓમાંથી કુલ 5,100 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. વિદ્યાર્થીઓને આર્થિક…

હીરામણિ સ્કૂલમાં તિરંગાના રંગોમાં સર્જનાત્મકતા સાથે દેશભક્તિનો અનોખો સંગમ

થ્રીડી મોડલ, પોસ્ટર, તિરંગા બેજીસ અને ભવ્ય તિરંગાયાત્રા દ્વારા વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપ્રેમની લાગણી વ્યક્ત કરી અમદાવાદ: સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે હીરામણિ સ્કૂલના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના વિવિધ વિભાગોમાં વિદ્યાર્થીઓ માટે સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ભૂલકાંઓથી લઈને ધોરણ ૭ સુધીના વિદ્યાર્થીઓએ તિરંગાને કેન્દ્રમાં રાખીને વિવિધ કલાત્મક કૃતિઓ તૈયાર કરી તેમજ ભવ્ય તિરંગાયાત્રા યોજીને દેશભક્તિનો…